તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:35 લાખના લાંચ કેસમાં પીએસઆઈ શ્વેતા જાડેજાના બનેવી ઓડેદરાને જેલમાં ધકેલાયો

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

દુષ્કર્મ કેસમાં આરોપીને પાસાની ધમકી આપી 35 લાખની લાંચ લેવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાના એસીબી કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ નામંજૂર કરી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્વેતા જાડેજાએ દુષ્કર્મના બે કેસમાં આરોપીને પાસા કરવાની ધમકી આપી 35 લાખની લાંચ લીધી હતી.

આ રૂપિયા ઉપલેટાની આંગડિયા પેઢીમાંથી શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ મેળવ્યા હતા. આ કેસમાં દેવેન્દ્ર ઓડેદરા સાત મહિના બાદ એસીબી કોર્ટમાં હાજર થયો હતો. પોલીસે કોર્ટના આદેશ બાદ ઓડેદરાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો. મંગળવારે આરોપીના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મગાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો