આયોજન:PSIની પરીક્ષામાં UPSC કરતાં અઘરા સવાલ પુછાયા, 540 જગ્યા માટે ખાતાકિય પરીક્ષા યોજાઈ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક્ઝામ બાદ ઉમેદવારોએ ઉભરો ઠાલવ્યો

લાંબા સમયથી કાયદાકીય લડત બાદ આખરે પોલીસકર્મીઓની પીએસઆઈ માટેની લેખિત પરીક્ષા રવિવારે લેવાઈ હતી. જેમાં જનરલ નોલેજ અને લો એમ બે ઓબ્જેક્ટિવ પેપર આપવાના હતા. જેમાંથી જનરલ નોલેજના પેપરમાં 70 ટકા કરતાં પણ વધુ પ્રશ્નો ખૂબ અઘરા પૂછાયા હોવાનું અને પીએસઆઈની પરીક્ષામાં યુપીએસસીના પરીક્ષાર્થીઓને પૂછવામાં આવે તેવા અઘરા સવાલ પૂછવામાં આવ્યા હોવાનું પરીક્ષાર્થી પોલીસકર્મીનું કહેવું છે.

પોલીસકર્મીઓમાં એવો ગણગણાટ હતો કે, 3600 પોલીસકર્મીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 540 પીએસઆઈ લેવાના છે, પરંતુ જે રીતે જીકેની પરીક્ષા લેવામાં આવી હતી તે જોતાં 540 ઉમેદવાર પણ પાસ થઇ શકશે નહીં.

PSIની પરીક્ષામાં પુછાયેલા સવાલો

  • કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું?
  • વર્ષ 2020નો નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?
  • શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું ?
  • ધ્યાનચંદ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી?
અન્ય સમાચારો પણ છે...