તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:જુગારના આરોપી ગાયક કલાકારનું PSIએ હૃદય પરિવર્તન કર્યું , કલાકારે ખુશ થઈ પોલીસ સ્ટેશનમાં હાર્મોનિયમ પર સ્તુતિ ગાઈ

અમદાવાદ/સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
કલાકારે પોલીસ સમક્ષ સ્તુતિ ગાઈ હવેથી જુગાર ન રમવાનો સંકલ્પ કર્યો
  • મૂળીના સરા ગામે પોલીસે જુગારની રેડ કરી હતી
  • હળવદના ગાયક કલાકાર જયંત દવેનું નામ ખુલ્યું હતું

મધુર અવાજમાં ગીતથી લાઇ સ્તુતિ-વંદના ગાતા ગાયક કલાકારનું જીવન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનના PSI દિનેશસિંહ ઝાલાએ બદલી નાખ્યું છે. મૂળી નજીક આવેલા સરા ગામે કરેલા જુગાર કેસમાં હળવદના ગાયક કલાકાર જયંત દવેની ધરપકડ કરવામાં આવી હતી. PSI ઝાલાએ જયંત દવેને જણાવ્યું હતું કે, ‘તમે ગાયક કલાકાર થઈ અને આવી જુગાર પ્રવૃતિ કરો છો. તમે તો સમાજને સુધારવાનું કામ કરો છો.’ સમજાવટના પગલે જ્યંત દવે જામીન લઇ બીજા દિવસે હાર્મોનિયમ લઇ મૂળી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં અને સ્તુતિ સંભળાવી હતી. PSI ઝાલાએ ખુશ થઈ બક્ષીસ પણ આપી હતી. હાલમાં જયંત દવેનો પોલીસ સ્ટેશનમાં હાર્મોનિયમ પર ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

હવેથી જુગાર નહીં રમે તેવી ખાતરી આપીઃ PSI
PSI ઝાલાએ DivyaBhaksar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મૂળી નજીક આવેલા સરા ગામે જુગાર કેસમાં હળવદના રહેવાસી અને ગાયક કલાકાર જયંત દવેનું નામ ખુલ્યું હતું. જયંત દવે કેસમા સામેથી હાજર થઈ ગયા હતા. જુગાર ન રમવાની સમજાવટ કરતા તેમનું હૃદય પરિવર્તન થયું હતું. બાદમાં પોતે જુગાર કેસમાં જામીન લઈ હવે પછી જુગાર નહીં રમે તેવી ખાતરી આપી હતી. બીજા દિવસે તેઓ સામેથી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને હાર્મોનિયમ પર પોતાની એક સ્તુતિ ગઈ સંભળાવવા જીદ કરી હતી અને તેમની સુંદર સ્તુતિને લઇ બક્ષિસ આપી હતી.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો