તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેચનો સટ્ટો:નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમાડવા લઇ જનાર આઈબીનો પીએસઆઇ પકડાયો, સરકારી ગાડીમાં મુકવા જતો હતો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈબીનો પીએસઆઇ તગડી રકમ લેતો, ક્યાં અધિકારીના કહેવાથી લઇ જતો તે રહસ્ય

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કડક પોલીસ ચેકિંગ અને બંદોબસ્તની પોલ ખોલતી ઘટના સામે આવી છે. ચોંકાવનારી વેટ તો એ છે કે, સ્ટેડિયમમાં સટોડીયાને મુકવા માટે ખૂદ સ્ટેટ આઈબીનો પીએસઆઇ કક્ષાનો પોલીસ કર્મચારી જતો હતો. તેની કારમાં તેને સટ્ટો રમડવા અને બુકકીઓને મેસેજ આપવા લઇ જતો હતો. જોકે બહુ મોટી માત્રામાં પીએસઆઇ ને રૂપિયા મળતા હોવાની વાત બહાર આવી છે તેના ઉપર પણ કોઈ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે. આ પીએસઆઇની ઝોન 2 સ્ક્વોડએ ધરપકડ કરી હતી.

સ્ટેડિયમમાં ક્રિકેટ સટ્ટો રમતાં એક શખ્સને પોલીસે ઝડપાયો
ભારત-ઇંગ્લેન્ડ મેચ વચ્ચે ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચ દરમ્યાન મોટેરા ખાતે સ્ટેડિયમમાં ક્રિકેટ સટ્ટો રમતાં એક શખ્સને પોલીસે ઝડપાયો હતો. ઝોન-2 ડીસીપી સ્ક્વોડે આરોપીને 108 ફાયરબ્રિગેડના પ્રવેશવાના દરવાજા પાસે બે મોબાઈલ પર સટ્ટો રમતા પકડ્યો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આરોપીની વિગતે પૂછપરછ કરતા IBમાં ફરજ બજાવતાં PSIની સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસની ચેકિંગની સ્પષ્ટ બેદરકારી તથા ખુદ પોલીસ જ તેને અંદર મૂકી હોવાનું ફોડ પડ્યો હતો.

PSIની સરકારી ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયા હતા
મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચ ચાલી રહી છે. મેચને લઈ ચાંદખેડા પોલીસ અને ઝોન 2 ડીસીપી સ્ક્વોડનો પોલીસ બંદોબસ્ત હતો. પોલીસે સ્ટેડિયમમાં ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સના પ્રવેશવાના દરવાજેથી એક શખ્સ પાર્થ કંસારા (રહે. રાયકાનગર, જુનાગઢ)ને બે મોબાઈલ સાથે પકડી લીધો હતો. બંને મોબાઈલ ચેક કરતાં ગોતાના નિતેશ લીંબચીયા અને છોટુ મારવાડી (રહે. રાજસ્થાન)ના કોન્ટેકમાં રહી ફોન પર ઓનલાઇન સટ્ટો રમતો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત નિતેશ લીંબચીયા મારફતે IB PSI કિશન રાઓલનો સંપર્ક કર્યો હતો. 26 એપ્રિલના રોજ PSIની સરકારી ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયા હતા. જ્યારે 27મી એપ્રિલે પણ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ થઈ અને સ્ટેડિયમમાં ગયા હતા. નિતેશે PSI સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોય પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે ઝોન 2 સ્કોવોડે પીએસઆઇ કિશન રાઓલને પકડી પડ્યો હતો. જોકે તેની સઘન પૂછપરછ ચાલી રહી છે જોકે તે પેદુ હોવાનું મનાય છે જોકે માસ્ટર માઈન્ડ કોણ છે તે હજુ બહાર આવ્યું નથી.

બુકીઓ દ્વારા PSI ને કેટલા રૂપિયા મળ્યા તે રહસ્ય
ક્રિકેટ સ્ટેડિયમમાં જો સ્ટેટ આઈબીના પીએસઆઇ કક્ષાનો કર્મચારી સટોડીયાના ફન્ટરને લઇ જતો હોય તો બુક્કી દ્વારા તેને કેટલી મોટી માત્રામાં રૂપિયા આપ્યા તે સમજી શકાય તેમ છે. હોવી જોવાનું રહ્યું કે આ પીએસઆઇ સામે ભ્રષ્ટચારની કલમો લગે છે કે તેને ઉચ્ચ અધિકારીઓના આદેશથી તપાસમાં બચાવી લેવામાં આવે છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.​​​​​​​

પીએસઆઇ તો પેદુ, તો ક્રિકેટ સટ્ટો ચલાવવા પીએસઆઇને મોકલનાર અધિકારી કોણ?​​​​​​​
પીએસઆઇ તો પેદુ છે પરંતુ અસલી ખેલાડી કોઈ ઉચ્ચ અધિકારી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે તપાસ અધિકારી આ મુખ્ય ખેલાડી સુધી પહોંચી શકશે કે પછી પીએસઆઇ સુધીમાં મામલો રફેદફે કરી દેવામાં આવશે. પીએસઆઇને ફન્ટરને લઈને સ્ટેડિયમમાં મોકલનાર અધિકારી કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો