અહીં લેવાશે પરીક્ષા:PSI અને LRD ભરતીની પરીક્ષા સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં કુલ 15 ગ્રાઉન્ડમાં લેવાશે, વાંચો ગ્રાઉન્ડનું લિસ્ટ

અમદાવાદ11 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • 3 ડિસેમ્બરથી PSI અને LRDની દોડની પરીક્ષા શરૂ થવાની છે
  • આજે 26મી નવેમ્બરથી પરીક્ષાના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત પોલીસની PSI અને LRDની ભરતીમાં 12 લાખ જેટલાં યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારોની શારીરિક દોડની પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થશે. એના માટેના કોલ લેટર 26 નવેમ્બરથી ઓનલાઈન ડાઉનલોડ કરવાના છે. આ દોડની પરીક્ષાનું આયોજન રાજ્યના અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે, જેનું લિસ્ટ સામે આવી ગયું છે. શારીરિક કસોટીમાં ગણતરીના દિવસો બાકી હોવાના કારણે ઉમેદવારો મેદાન પર છેલ્લી ઘડીએ આકરી મહેનત કરી રહ્યા છે, જેથી કરી નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરીને તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે.

આ 15 મેદાન પર શારીરિક કસોટી યોજાશે
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ 12 ગ્રાઉન્ડ, વાવ જૂથ 11 ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, મધ્ય ગુજરાતમાં નડિયાદ જૂથ 7, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ 5 ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા લેવાનાર છે.

પરીક્ષા માટે નક્કી કરાયેલા મેદાનનું લિસ્ટ
પરીક્ષા માટે નક્કી કરાયેલા મેદાનનું લિસ્ટ

આ પણ વાંચોઃ PSI અને LRD ભરતીની ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર આજથી OJASપરથી ડાઉનલોડ કરી શકાશે

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

કુલ 15 મેદાન પર શારીરિક કસોટી યોજાશે.
કુલ 15 મેદાન પર શારીરિક કસોટી યોજાશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.