તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ડિગ્રી ઈજનેરીનું પ્રોવિઝનલ મેરિટ 18મીએ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીનું 21મીએ જાહેર થશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના લીધે પાંચ મહિના વિલંબથી જુલાઈમાં શરૂ થયેલી ડિગ્રી ઈજનેરી-ફાર્મસીની બેઠકો પર પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પૂરું થયું છે. તે પછીથી પ્રોવિઝનલ મેરિટ સહિતના પ્રવેશ કાર્યક્રમની વિસ્તૃત વિગતોની આખરે મંગળવારે જાહેરાત થઈ છે. જે મુજબ ડિગ્રી ઈજનેરીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 18 સપ્ટેમ્બરે અને ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીનું પ્રોવિઝિનલ મેરિટ લિસ્ટ 21મી સપ્ટેમ્બરે જાહેર થશે.

ડિગ્રી ઈજનેરીની 133 કોલેજોની 62,000 બેઠકો પર 30,000 વિદ્યાર્થીઓએ, જ્યારે ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસીની 70થી વધુ કોલેજોની 6000 બેઠકો પર 11,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...