ડિપ્લોમા પાસ કર્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. મેરીટ યાદીમાં ગુજરાતમાંથી અલગ અલગ 15 બોર્ડમાંથી ડિપ્લોમા પાસ કરેલા 10943 વિદ્યાર્થીઓની મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સિસ ખાતે 16063 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
26થી 29 જુલાઈ સુધી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા
મેરીટ યાદી સાથે વિદ્યાર્થીઓને મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. 26 જુલાઈથી 29 જુલાઈ સુધી આ પ્રક્રિયા ચાલશે, જે બાદ 2 ઓગસ્ટે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. 128 કોલેજમાં 44,274 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ડિપ્લોમા એન્જિન્યરીંગ પાસ થયેલ વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિન્યરિંગમાં પ્રવેશ મેળવી શકશે.
ધો. 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિ. માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
નોંધનીય છે કે, ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. આજથી વિદ્યાર્થીઓ acpcની વેબસાઇટ પર જઇને પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. 16 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફી ભરવાની રહેશે. ત્યારબાદ પ્રક્રિયા આગળ વધશે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ છે. જેથી પ્રક્રિયા લાંબી ચાલશે અને 30 ઓક્ટોબરે પ્રક્રિયા પૂર્ણ થશે.
16 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન થશે
ડિગ્રી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 26 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓએ http://www.jacpcldce.ac.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. 24 જુલાઈએ ગુજકેટ આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 24થી 30 ઓગસ્ટ સુધી મોક રાઉન્ડ માટે કોલેજ પસંદ કરવાની રહેશે. 2 સપ્ટેમ્બરે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. 2 સપ્ટેમ્બરે જ ગુજકેટના આધારે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
પ્રથમમાં કોલેજ ફાળવણી ટોકન ફી સહિતની પ્રક્રિયા થશે
વિદ્યાર્થીઓએ પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે 2થી 6 સપ્ટેમ્બર સુધી કોલેજ પસંદ કરવાની રહેશે. 9 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ માટે ફાળવણી કરવામાં આવશે. 9થી 15 સપ્ટેમ્બર સુધીમાં ટોકન ફી ભરવાની રહેશે. 16 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ બાદની ખાલી બેઠકો જાહેર કરવામાં આવશે. 10થી 17 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રાઉન્ડમાં લીધેલા એડમિશન કેન્સલ કરાવી શકાશે. JEEના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરે મેરિટ આવશે. 22થી 28 સપ્ટેમ્બર સુધી બીજા રાઉન્ડ માટે કોલેજની પસંદગી કરવાની રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.