સેવા યજ્ઞ:કોરોનાના કપરા કાળમાં અમદાવાદી યુવકની ટીમની નિઃસ્વાર્થ સેવા, હોસ્પિટલમાં રોજ બે વાર ઓક્સિજન અને જરૂરિયાતમંદોને પ્લાઝમા પહોંચાડે છે

અમદાવાદ6 મહિનો પહેલા
અમદાવાદી યુવક ટીમ સાથે મળીને હ
  • સેટેલાઈટના ઝુબિન આશરા હોસ્પિટલો સાથે લોકોના ઘરે પણ ઓક્સિજન સિલિન્ડર પહોંચાડે છે
  • રોજના 40થી વધુ લોકો સુધી પ્લાઝમા પહોંચાડીને મદદ કરી રહ્યા છે

શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે સામે સારવાર અને જીવ બચાવવા માટે જરૂરિયાતો વધી રહી છે. આરોગ્ય અને અન્ય વિભાગો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા અને અન્ય સારવાર કરી રહ્યાં છે છતાં આજે હવે લોકોએ પણ પોતાની રીતે મદદ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં સૌથી વધુ ઓક્સિજનની અત્યારે જરૂરિયાત ઉભી થઇ છે અને પ્લાઝમાની પણ માગ ઉભી થઇ છે ત્યારે સેટેલાઇટમાં રહેતા ઝુબિન આશરા અને તેમની ટીમ સેવા યજ્ઞ દ્વારા લોકોને ઘરે ઘરે ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહી છે. ઉપરાંત હોસ્પિટલોમા પણ તેઓ ઓક્સિજન સિલિન્ડરો રીક્ષામાં પહોંચાડી રહ્યા છે. લોકોની સારવાર માટે અત્યારે પ્લાઝમાની પણ જરૂરિયાત ઉભી થઇ છે. જેથી રોજના 40થી વધુ લોકોને પ્લાઝમા પહોંચાડી રહ્યા છે.

અમદાવાદી યુવકે શરૂ કર્યો અનોખો સેવા યજ્ઞ
ઝુબિન આશરાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં લોકોની મદદ કરવી જરૂરી છે અને ખાસ ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થઇ છે. રોજ રાતે ઓક્સિજન માટે અનેક ફોન મને આવી રહ્યા હતા. જેથી મારી ટીમ સેવાયજ્ઞ દ્વારા લોકોને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું છે. આજથી રાતે જેને ઇમરજન્સીમાં જરૂર હોય તેવા લોકોને ઘરે ઓક્સિજન પહોંચાડવામાં આવશે.

હવે ઘરમાં જરૂર હોય તેવા દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડશે
હવે ઘરમાં જરૂર હોય તેવા દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડશે

હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડે છે
તેઓ વધુમાં કહે છે કે, હોસ્પિટલોમાં ઓક્સિજનની શોર્ટેજ છે ત્યારે અમે કોઇને ઓક્સિજન ટેન્ક આપવાની જગ્યાએ હોસ્પિટલને બલ્ક ઓક્સિજન આપવાનું વિચાર્યું આ માટે અમે જાણીતા લોકો પાસેથી અને સ્ટીલ, વેલ્ડીંગ ઇન્ડસ્ટ્રી પાસે કે જેઓ તેમના કામમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેમની પાસેથી ઓક્સિજનની 30 જેટલી બોટલ ભેગી કરી છે અને 30 બોટલ હજું બહારથી મંગાવી છે તેને ચાંગોદર, કચ્છથી ભરાવીને અત્યારે શહેરની ત્રણ હોસ્પિટલને બે- બે વખત આપી છે. હોસ્પિટલમાં સ્ટાફ નથી ત્યારે અમારી ટીમના છોકરાઓ જ હોસ્પિટલોની ઓક્સિજન બોટલ રીફીલ કરાવવા માટે જાય છે.

હોસ્પિટલોમાં બે-બે વખત ઓક્સિજન સપ્લાય કરે છે
હોસ્પિટલોમાં બે-બે વખત ઓક્સિજન સપ્લાય કરે છે

જરૂરિયાતમંદો માટે પ્લાઝમા પણ એકત્ર કરે છે
ઝુબિન આશરાની ટીમે માત્ર ઓક્સિજન જ નહીં પ્લાઝમા પૂરું પાડવાની પણ શરૂઆત કરી છે. જેના માટે જેમને કોરોના થયો હોય તેમને શોધી લિસ્ટ બનાવી પ્લાઝમા એકત્ર કરાયે છે. તેઓ કહે છે કે, ત્રણ દિવસમાં 250 જેટલા લોકોના ઓએસે પ્લાઝમા ડોનેટ કરાવ્યા છે. રોજના 40 જેટલા લોકોને પ્લાઝમા ડોનેટ કરાવી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડીએ છીએ. અલગ અલગ બ્લડ બેંકોમાં પણ અમારા કોન્ટેક હોવાથી ત્યાંથી પણ અમે પ્લાઝમા મળે તેવા પ્રયાસો કરીએ છીએ.

રોજના 40 જેટલા લોકોને પ્લાઝમા ડોનેટ કરાવી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે
રોજના 40 જેટલા લોકોને પ્લાઝમા ડોનેટ કરાવી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે