કાપડ પર 12% GST દરનો મામલો:અમદાવાદના હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ બહાર નવા GST દરનો વિરોધ કરતા બેનર લાગ્યા, નવો દર પાછો ખેંચવા માંગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ બહાર લાગેલું બેનર - Divya Bhaskar
અમદાવાદમાં હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ બહાર લાગેલું બેનર

ગત ઓક્ટોબરમાં GST(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ઉપર એક સરખો GST દર લાગુ કરવાની જોગવાઇ 1 જાન્યુઆરી 2022 અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને કાપડ ઉદ્યોગકારોમાં ભારે નારાજગી છે. અમદાવાદના હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ બહાર નવા GST દરનો વિરોધ કરતા બેનર લગાવવામાં આવ્યા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ડાબેથી ચોથા રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, નાણાંમંત્રી નિર્મલા સિતારામન અને સી.આર.પાટીલ
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ડાબેથી ચોથા રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, નાણાંમંત્રી નિર્મલા સિતારામન અને સી.આર.પાટીલ

પાટીલ સાથે સુરતના વેપારીઓએ નાણાંમત્રી કરી હતી રજૂઆત
થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રમુખ સી. આર.પાટીલની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો નાણામંત્રી નિર્મલા સિતારામનને મળ્યા હતા અને GST 12%ને બદલે 5% કરવા માટે રજૂઆત કરી હતી. તે સમયે નાણામંત્રીએ આ બાબતે સકારાત્મક રિસ્પોન્સ આપ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

ટેક્સટાઇલના વેપારીઓ વોટ્સએપ પર વિરોધ કરતા ફોટો વાઇરલ કરી રહ્યાં છે
ટેક્સટાઇલના વેપારીઓ વોટ્સએપ પર વિરોધ કરતા ફોટો વાઇરલ કરી રહ્યાં છે

દેશભરમાં થઈ રાખ્યો છે વિરોધ
કાપડ ઉદ્યોગ પર GST વર્તમાન 5%થી વધારીને 12% કરવાના મામલે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. દક્ષિણમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા સરકારે પણ કેન્દ્રમાં આ બાબતે રજૂઆત કરી હતી. મધ્યપ્રદેશના ઈન્દોરમાં વેપારીઓએ GST સંઘર્ષ સમિતિ પણ બનાવી છે અને તેઓ અન્ય રાજ્યોના વેપારીઓના સંપર્કમાં રહીને આંદોલન શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

સ્લેબ રેટમાં એક ટકાનો પણ વધારો થશે તો કાપડ મોંઘું બનશે
કાપડના વેપારીઓનું કહેવું છે કે જો જીએસટી સ્લેબ રેટમાં એક ટકાનો પણ વધારો કરવામાં આવે તો કાપડ મોંઘું બનશે. રૂ. એક હજારથી નીચેની કિંમતના ગારમેન્ટ ઉપર 5 ટકા અને વધુ કિંમતના ગારમેન્ટ ઉપર 12 ટકા ટેકસ છે. તેમજ જે કાપડ વિવીંગ એકમોમાંથી તૈયાર થઇને ગારમેન્ટ ફેકટરીઓમાં જાય છે. તેના ઉપર 12 ટકા દર લાગુ થશે. જો આમ થાય તો કાપડ તો મોંઘું બનશે. દેશનું 33 ટકા કોટન ઉત્પાદાન ગુજરાતમાં થાય છે. તેમાં પણ શરૂઆતથી 5 ટકા જીએસટી દર લાગે છે.

અન્ય સમાચારો પણ છે...