માંગણી:રામ મંદિરના જમીન ગોટાળા મામલે NSUI મેદાનમાં: હનુમાન ચાલીસા, રામ ધુન અને ભજન કરીને વિરોધ કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • તાત્કાલિક ઘોટાડામાં સંડોવાયેલા લોકો વિરોધ ફરિયાદ કરવાની NSUI દ્વારા માંગણી

રામ મંદિરના જમીન ગોટાળા મામલે હવે વિદ્યાર્થી સંગઠન NSUI પણ મેદાને ઉતર્યું છે. NSUIના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી ખાતે આવેલ હનુમાન મંદિરમાં ભજન કરીને રામ મંદિરના જમીન ઘોટાડાનો વિરોધ કર્યો હતો. તાત્કાલિક ગોટાળામાં સંડોવાયેલા લોકો વિરોધ ફરિયાદ કરવાની NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે.

રામ ધૂન, ભજન, જય શ્રી રામના નારા લગાવ્યા હતા
રામ ધૂન, ભજન, જય શ્રી રામના નારા લગાવ્યા હતા

મંજીરા અને ઢોલ વગાડીને કાર્યકરોએ વિરોધ કર્યો
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ હનુમાન મંદિર ખાતે NSUIના આગેવાનો અને કાર્યકરો દ્વારા હનુમાન ચાલીસા, રામ ધૂન, ભજન, જય શ્રી રામના નારા લગાવ્યા હતા. NSUI દ્વારા આ પ્રકારે રામ મંદિર નિર્માણ માટેની જમીનમાં થયેલ ગોટાળા મામલે વિરોધ કર્યો હતો. મંજીરા અને ઢોલ વગાડીને કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી.

NSUI દ્વારા આ પ્રકારે રામ મંદિર નિર્માણ માટેની જમીનમાં થયેલ ગોટાળા મામલે વિરોધ
NSUI દ્વારા આ પ્રકારે રામ મંદિર નિર્માણ માટેની જમીનમાં થયેલ ગોટાળા મામલે વિરોધ

રાતોરાત 2 કરોડની જમીનના 18 કરોડ
NSUIના મહામંત્રી નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, રામ મંદિર આસ્થાનું પ્રતીક છે. અમે તમામ હિન્દુ ધર્મના લોકો રામ મંદિરની જમીનમાં કૌભાડ થયેલ છે તેનો વિરોધ કરીએ છે. કૌભાંડના કારણે અમારી અસ્થાને થી પહોચી છે. રાતોરાત 2 કરોડની જમીનના 18 કરોડ થઈ જાય છે. 16 કરોડનો ગોટાળો કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ અને તેને જેલના હવાલે કરવા જોઈએ. ભગવાન પણ તેમને કડક સજા કરે તે માટે મંદિરમાં આયોજન કર્યું હતું.

16 કરોડના ગોટાળા કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ અને તેને જેલના હવાલે કરવા જોઈએ
16 કરોડના ગોટાળા કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ અને તેને જેલના હવાલે કરવા જોઈએ
અન્ય સમાચારો પણ છે...