તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણી:અમદાવાદના દરિયાપુરમાં ભાજપ અધ્યક્ષની જાહેરસભા પહેલા જ વિરોધ, ભાજપવાળાએ પ્રચાર માટે અહીં આવવું નહી તેમ કહી ધમકી આપી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રેલી કે પ્રચાર કરશો તો માણસો બોલાવી પથ્થર મારો કરાવીશ
 • દરિયાપુર પોલીસે ધમકી આપનાર શખ્સના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો

મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર અને જાહેર સભાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જાહેર સભા પહેલા વિરોધ અને ધમકી આપવામા આવી છે. વાડીગામ ખાતે રહેતા કુંજલ પટેલ ઉર્ફે કે.પી નામના શખ્સે કાર્યકર્તાઓને ધમકી આપી હતી કે અહીં ભાજપે કોઈ પણ પ્રચાર કરવો નહીં, જો પ્રચાર કરશો તો હું મારા માણસો બોલાવી તમારી સભા અને રેલીમાં પથ્થર મારો કરાવીશ જેથી અંહીથી જતો રહેવામાં જ તમારી ભલાઈ છે. આ અંગે ભાજનના કાર્યકર્તાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તેમજ રલી અને સભામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

‘મારા માણસોને બોલાવીને સભા અને રેલીમાં પથ્થર મારો કરાવીશ’
દરિયાપુરના વાડીગામમાં રહેતા સંજયભાઈ લીબાંચીયા તેમના મિત્ર જીગ્નેશ કડીયા અને જબ્બરસિંગ શેખાવતા સાથે દરિયાપુર દરવાજા પાસે ઉભા હતા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની જાહેર સભા હોવાથી આયોજન કરી રહ્યા હતા. ત્યારે દરિયાપુરના વાડીગામમાં મોટી મહેતા પોળમાં રહેતો કુંજલ પટેલ સંજયભાઈ પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, ભાજપ પક્ષવાળાએ અહીયા ઉભું રહેવું નહીં, અને આ બાજુમાં કોઈ સભાઓ કે પ્રચાર કરાવવા નહીં, જો અહીં વાડીગામમાં પ્રચાર કે રેલી કાઢશો તો મારા માણસોને બોલાવીને સભા અને રેલીમાં પથ્થર મારો કરાવીશ. તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો.

જેથી સંજયભાઈએ દરિયાપૂર પોલીસ સ્ટેશનમાં કુંજલ પટેલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કુંજલની અટકાયત કરી છે. સભા પહેલા ધમકી આપવામા આવતા પોલીસે સભા અને રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. દરેક જગાયે પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો