રસપ્રદ કિસ્સો:​​​​​​​વકીલે પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા બાબતે કોર્પોરેશન વિરુદ્ધ હાઇકોર્ટેમાં અપીલ કરી, 30 નવેમ્બરે અંતિમ ચુકાદો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ અને રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અરજદાર કે જે પોતે વ્યવસાયે વકીલ છે અને પોતાના રહેણાંક પરિસરમાં જ ઓફીસ પણ ધરાવે છે, તેને કોર્પોરેશનને સંપૂર્ણ રીતે કોમર્શિયલ પ્રોપર્ટી ગણી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા કહેતા ગુજરાત હાઇકોર્ટેમાં અપીલ કરી છે.

અરજદારે મામલે નીચેની કોર્ટેમાં પણ અરજી કરી હતી, પરંતુ તેની તરફેણમાં ચુકાદો આપ્યો ન હોવાથી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંગલામાં અરજદાર એડવોકેટ તરીકેની ઓફિસ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સમગ્ર બાંધકામને કોમર્શિયલ પ્રોપર્ટી માની પ્રોપર્ટી ટેક્સનું બીલ આપી રહ્યું છે. અરજદાર કે પોતે વ્યવસાયે વકીલ છે અને પોતે જે ઘરમાં રહે છે, ત્યાં જ ઓફિસ બનાવી છે. જેથી તેને સંપૂર્ણ રીતે વ્યાવસાયિક પ્રવૃતિ ન કહી શકાય.

જેથી એવી દલીલ કરવામાં આવી છે કે, કોર્પોરેશન તેના માટે પ્રોપર્ટી ટેક્સની અકારણી પણ ન કરી શકે. અરજદાર વકીલ પહેલા માળે રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર એડવોકેટની ચેમ્બર્સ છે. જેથી કોર્પોરેશને ઇશ્યુ કરેલ બિલ સામે અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જે અંગે હાઇકોર્ટ આગામી 30 નવેમ્બરે અંતિમ ચુકાદો આપશે.

અન્ય સમાચારો પણ છે...