તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો આદેશ:ચૂંટણી ફોર્મમાં ખોટી માહિતી ભરનાર ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઇલ તસવીર
  • બોડકદેવ ઉમેદવાર વિરુદ્ધ અરજીનો મામલે સુનાવણી કરવામાં આવી હતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બોડકદેવ વોર્ડના ઉમેદવારે ફોર્મમાં ખોટી માહિતી ભરવા મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. સુનાવણીમાં હારી ગયેલા ઉમેદવારે રજૂઆત કરી હતી કે, ચૂંટણીપંચે જીતેલા ઉમેદવારોના ફોર્મની યોગ્ય ચકાસણી કરી નથી. આ ઉમેદવારોએ ખોટી માહિતી દર્શાવી હોવાથી તેમના ફોર્મ અને ઉમેદવારી રદ થવા પાત્ર છે. બોડકદેવના 19 નંબરના બોર્ડના બન્ને રાજકીય પક્ષોના 8 ઉમેદવારોએ ખોટી માહિતી ભરી છે અને તેની ચકાસણી ચૂંટણીપંચે કરી નથી. હાઇકોર્ટે રાજ્ય ચુંટણીપંચની ઝાટકણી કાઢતા નિર્દેશ કર્યો છે કે, બે મહિનામાં ખોટી માહિતી દર્શાવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઇએ.

હાઇકોર્ટમાં અપક્ષના ઉમેદવાર નીલેશ મિસ્ત્રીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમા એવી રજૂઆત કરી હતી કે, બોડકદેવ વોર્ડ માટે કુલ 9 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તે પૈકી 4 ભાજપ, 4 કોગ્રેંસ અને 1 અપક્ષના ઉમેદવાર હતા. ભાજપ અને કોગ્રેંસના ઉમેદવારોએ અન્ય વ્યવસાય કરતા હોવાની માહિતી છુપાવી હતી. તે સિવાય પણ અન્ય માહિતીઓ છુપાવી હોવાના પુરાવા એકત્ર કરીને નિલેશ મિસ્ત્રીએ રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી હતી.પરતું ચૂંટણીપંચે તેની ખરાઇ કર્યા વગર પરિણામ જાહેર કરી દેતા ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...