તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:AMTSને આવક થતી નથીને જાહેરાતના બોર્ડની 12 કરોડ ફી માફ કરવા દરખાસ્ત

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાને લીધે લાઈસન્સ ફીમાં વધારા સિવાય તેને નવા વર્ષની ફી ગણવા ભલામણ
  • AMTS કમિટી સમક્ષ રજૂ થયેલા ઠરાવમાં સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવાનો ઉલ્લેખ

મ્યુનિ. પાસેથી મોટી રકમની લોન લઇને ચલાવવામાં આવતી એએમટીએસ હાલ રોજનું અંદાજે 1 કરોડનું નુકસાન કરી રહી છે, છતાં બસ શેલ્ટર પર લાગેલા જાહેરાતના બોર્ડની લાઈસન્સ ફીમાં 12.10 કરોડની માફી આપવાની દરખાસ્ત એએમટીએસ કમિટીમાં રજૂ થઇ છે. અગાઉ મ્યુનિ. દ્વારા બસ કોન્ટ્રાકટરને પણ 18 કરોડથી વધારેનો લાભ અપાયો હતો.

એએમટીએસ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત પ્રમાણે શહેરના જુદા જુદા 774 બસ શેલ્ટર પર જાહેરખબરના બોર્ડ મુકવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ હેત ગ્રાફિક્સને 1 સપ્ટેમ્બર 2018 થી 31 ઓગસ્ટ 2021 સુધી અપાયો છે. જોકે 22 માર્ચથી 21 સપ્ટેમ્બર 2020 સુધી લૉકડાઉનની સ્થિતિમાં કોન્ટ્રાક્ટરને છ માસની મુક્તિ આપી રૂ. 12.10 કરોડનો પરવાના ફીને કોઇપણ જાતના વધારા સિવાય તેને ત્રીજા વર્ષની પરવાના ફી ગણવાનો ઠરાવ એએમટીએસ કમિટી સમક્ષ રજૂ થયો છે.

મ્યુનિ.એ 304 જેટલા ડેકોરેટિવ બસ શેલ્ટર પર કોવિડ-19ની જાહેરાતો લગાવવામાં આવી હતી. આ 304 નંબર બસ શેલ્ટરની પરવાના ફી બાદ આપવાની પણ ઠરાવમાં જણાવાયું છે. જે સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 સુધીના આ જાહેરાતના બોર્ડની રકમ માફ કરવાનું નક્કી કરાયું છે. તેમજ સિક્યોરિટી ડીપોઝીટ પણ પરત કરવા ઠરાવમાં સમાવી લેવાયું છે.

AMTS મ્યુનિ. પાસેથી 371 કરોડ લોન લે છે
એએમટીએસને મ્યુનિ. પાસેથી ચાલુ વર્ષે 371 કરોડની લોન આપવાની બજેટમાં જોગવાઇ છે. એક તરફ મ્યુનિ. પાસેથી એએમટીએસ માતબર લોન લઇ રહી છે ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોને બેફામ લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રથમ લહેરમાં જ્યાં એએમટીએસ 76 દિવસ માટે બંધ રહી હતી ત્યાં એએમટીએસ અધિકારીઓ જાહેરખબરના કોન્ટ્રાક્ટરને 180 દિવસની માફી આપવાનો કારસો તૈયાર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...