સ્કીલ ડેવલોપમેન્ટ માટે નવી ઇન્સ્ટિટયૂટ:અમદાવાદના શીલજમાં નોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ કોરિડોર ઝોનની દરખાસ્ત મંજૂર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં શીલજ ખાતે વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ માટે ઇન્સ્ટીટ્યુટ બનાવવા વિવિધ જમીનોને નોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યુશનલ ઝોન 1માં ફેરવવાનો ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એગ્રીકલ્ચર ઝોનની ફેરબદલ કરી અને ત્યાં હવે ઇન્સ્ટિટ્યૂશનલ ઝોન બનાવાતા આગામી દિવસોમાં ત્યાં સ્કીલ ડેવલોપમેન્ટ માટે ની નવી ઇન્સ્ટિટયૂટ બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શીલજની સર્વે નંબર 1315, 1316, 1317 અને 1319 પૈકીની વિવિધ જમીનને નોલેજ કોરીડોર અને ઇન્સ્ટીટ્યુશનલ ઝોન-1 માં ફેરવવા માટેની ઔડા મારફતે દરખાસ્ત કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં મુકવામા આવી હતી. જેને મંજૂરી આપતાં હવે આ જગ્યાને નોલેજ કોરીડોરમાં તબદીલ કરવામાં આવી છે. શીલજમાં વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ માટે ઇન્સ્ટીટ્યુટ બનશે. જે બાદ ત્યાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શહેરમાં વિવિધ યોગ્યતા ધરાવતાં કામદારો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે...