તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કાર્યવાહી:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અને સરખેજ, જુહાપુરા, જોધપુરમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગે કુલ 120 મિલકતો સીલ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિલકત સીલ કરવાની ટેક્સ વિભાગની કાર્યવાહી - Divya Bhaskar
મિલકત સીલ કરવાની ટેક્સ વિભાગની કાર્યવાહી
  • દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગે મિલકતો સીલ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો દ્વારા બાકી મિલકતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા કુલ 120 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.

દક્ષિણ ઝોનમાં 48, ઉત્તર ઝોનમાં 60 તેમજ અન્ય વિસ્તારમાં 12 મિલકત સીલ કરી
પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા દક્ષિણ ઝોનમાં ચંડોળા તળાવમાં નગોરી કોમ્પલેક્ષમાં, રસિકભાઈની વાડીમાં આવેલી મિલકતો, રાજપુર- હિરપુરમાં ખ્યાતિ ક્રિએશન, કેડીલામાં નવદીપ એસ્ટેટ, પટેલ એસ્ટેટ અને લાંભામાં બળીયાદેવ ચેમ્બરમાં આવેલી મિલકતો સહિત કુલ 48 મિલકતો સીલ કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં અમદુપુરા સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલી ઓફિસો, દુકાનો, વંદના કોમ્પ્લેક્સ, મીનાક્ષી એવન્યુ, નરોડા ગામમાં આવેલી પુનિત પાર્ક નજીકની દુકાનો અને અલગ અલગ વોર્ડમાં આવેલી દુકાનો સહિત કુલ 60 મિલકતો સીલ કરી છે. સરખેજ, જોધપુર, જુહાપુરા, વેજલપુર વિસ્તારમાં આવેલી કુલ 12 મિલકતો સીલ કરવામાં આવી છે.

દક્ષિણ ઝોનની 57 પશ્ચિમ ઝોનમાં 50 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 19 મિલકત સીલ
મંગળવારે દક્ષિણ ઝોનમાં આવતાં લાંભામાં શ્રીનાથ ટ્રાન્સપોર્ટ, પીપળજ-પીરાણા રોડ પર, રાજ રતન આરકેડ, નીલકંઠ બંગલોઝ, જલારામ કોમ્પલેક્ષ, હરિપુર સહિતની જગ્યાઓમાં કુલ 57 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં આવતાં પાલડી નીલમ એવન્યુ, નારણપુરા અર્જુન ગ્રીન્સ, આશ્રમ રોડ પર સુપથ 2 કોમ્પ્લેક્સ અને પાલડી મુરલીધર કોમ્પ્લેક્સમાં મળી કુલ 50 મિલકતો સીલ કરી હતી. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સેટેલાઇટ, જોધપુર, જુહાપુરા, વેજલપુર, મકતમપુરા સહિતના વિસ્તારોમાં આવતી 19 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી.

ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી નથી લેતા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો