ભાસ્કર એક્સક્લૂઝિવ:રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓ માટે પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત નથી, માલિકીના પુરાવા તરીકે મકાનનો દસ્તાવેજ હોવો જોઈએ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લેન્ડ રેકોર્ડના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, સોસાયટીના રિડેવલપમેન્ટ માટે ટાઇટલ ક્લીયર મહત્ત્વનો પુરાવો છે
  • સેટલમેન્ટ કમિશનરના મતે સોસાયટીના સભ્યો પોતાની રીતે પ્રોપર્ટી કાર્ડ કઢાવે તે હિતાવહ છે

અમદાવાદ સહિત રાજ્યમાં જૂની તેમજ જર્જરિત સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રોસેસમાં ડેવલપર્સ અને સોસાયટીના સભ્યોને પ્રપોર્ટી કાર્ડ માટે મૂંઝવણ રહે છે. પરંતુ સેટલમેન્ટ કમિશનર અને ડિરેકટર ઓફ લેન્ડ રેકર્ડના જણાવ્યા અનુસાર રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓ માટે પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત નથી. માલિકીના પુરાવા તરીકે મકાનનો દસ્તાવેજ હોવા જોઇએ. રિડેવલપમેન્ટમાં ટાઇટલ કલીયર મહત્ત્વનો પુરાવો છે.

જ્યારે કોર્પોરેશન સમક્ષ પ્લાન પાસ માટે પાંચ સોસાયટીની ફાઇલ આવી છે. આ પ્રક્રિયામાં ડેવલપર્સ, સભ્યો તરફથી મિલ્કતના પુરાવાની યાદીમાં પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત હોવાનું જણાવાય છે. રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં અડચણ ઊભી થાય નહીં તે માટે ડેવલપર્સ સોસાયટીના જૂના હોદ્દેદારોને પ્રોપર્ટી કાર્ડ કઢાવી લેવા કહે છે. પરંતુ સિટી સરવેની કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે, રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓ માટે પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત નથી. આ માટે સરકાર સમક્ષ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સોસાયટીઓના સભ્યો પોતાની રીતે પ્રપોર્ટી કાર્ડ કઢાવે તો હિતાવહ છે.

આધારકાર્ડની જેમ સોસાયટીમાં જઈ પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવાની માગણી
પ્રોપર્ટી કાર્ડની પ્રોસેસ માટે પુરાવા આપ્યા પછી એન્ટ્રી થયા બાદ કેટલીકવાર ભૂલો થાય છે. જેના સુધારા માટે મિલ્કતના માલિકે નવા વાડજમાં ભીમજીપુરા ખાતે આવેલી સિટી સરવેની કચેરીમાં પુરાવા લઇને જવું પડે છે. જેમાં ખૂબ સમય વેડફાય છે. સરકારે આધાર કાર્ડની જેમ સોસાયટીઓમાં જઇને પ્રોપર્ટી કાર્ડ કાઢવાની વ્યવસ્થા કરવી જોઇએ. જેથી સિનિયર સિટીઝનો તેમજ એકલી રહેતી મહિલાઓને ઓરિજિનલ પુરાવા લઇને દોડાદોડ કરવી પડે નહીં.

સોસાયટી જૂની હોય તો મિલકતના દસ્તાવેજ જરૂરી
રિડેવલપમેન્ટ માટે જૂની સોસાયટીઓમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવું ફરજિયાત નથી. સોસાયટીની તમામ મિલ્કતોના દસ્તાવેજ હોવા જોઇએ. દસ્તાવેજ માલિકી પુરાવો છે. - કે.એમ.ભીમજિયાણી, સેટલમેન્ટ કમિશનર, ગાંધીનગર

સરળતા માટે ડેવલપર પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સરવેની કચેરીમાં એન્ટ્રી કરાવે છે
મિલ્કત માટે પ્રોપર્ટી કાર્ડ મહત્વનો પુરાવો નથી. 2001 પહેલાની જૂની સોસાયટીઓમાં શેર સર્ટિફિકેટ હતાં. પરંતુ આ સોસાયટીઓમાં દસ્તાવેજ થઇ ગયા હોય તો રિડેવપલમેન્ટ વખતે પ્રોપર્ટી કાર્ડના લીધે અડચણ ઊભી થતી નથી. દસ્તાવેજ ના હોય તો રિડેવલપમેન્ટની સીધી અસર થાય છે. મિલ્કત માટે ટાઇટલ કલીયરનું સર્ટિફિકેટ મહત્વનો પુરાવો છે. ડેવલપર્સ નવી સ્કીમોમાં પ્રોપર્ટી કાર્ડ માટે સીટીસર્વેની કચેરીમાં એન્ટ્રી કરાવે છે. જેથી નવા સભ્યોને ભવિષ્યમાં સરળતા રહે છે. - તેજસ જોશી, ગાહેડ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...