જાહેર હિતની અરજી:'જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અમલવારી યોગ્ય રીતે કરાવવામાં આવે'- અરજદાર; કોર્ટે સરકારને નોટિસ પાઠવી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ હાઇકોર્ટ દ્વારા વર્ષ 2015 સુઓમોટો દાખલ કરી
  • જુવેનાઇલ હોમ્સ અને ચાઇલ્ડ રાઇટ્સ કમિટીમાં કેટલીક જગ્યાઓ ખાલી
  • મંજૂર થયેલી 18 પોસ્ટની સામે કમિટીમાં અડધી પોસ્ટ ખાલી

જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અમલવારી મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્દેશોની યોગ્ય રીતે અમલવારી કરવા મુદ્દે જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. જે મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવવામાં આવી છે.

નિર્દેશોનું યોગ્ય પાલન કરાવવા અરજી
સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ હાઇકોર્ટ દ્વારા વર્ષ 2015 સુઓમોટો દાખલ કરી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. પરંતુ જોકે આ નિર્દેશોનો યોગ્ય રીતે અમલ ન થતાં બચપન બચાઓ આંદોલન અને સંપૂર્ણ બેહુરા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

કાયદાની જોગવાઈનો અમલ કરાય છે પરંતુ તેમાં કચાશ
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટને ગુજરાત હાઇકોર્ટના નિર્દેશાનુસાર જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અમલવારી યોગ્ય રીતે ન થઈ રહી હોવાની અરજી કરવામાં આવી છે. અરજદારે રજૂઆત કરી છે કે, કાયદાની મોટાભાગની જોગવાઇઓનો અમલ તો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ તેમાં કચાશ છે, જુવેનાઇલ હોમ્સ અને ચાઇલ્ડ રાઇટ્સ કમિટિમાં કેટલીક જગ્યાઓ ખાલી છે, મંજૂર થયેલી 18 પોસ્ટની સામે કમિટીમાં અડધી પોસ્ટ ખાલી છે. જેમાં ડેપ્યુટી સેક્રેટરી અને છ સભ્યોની પોસ્ટ પણ ખાલી છે.

સરકારના કમિશન નિષ્ક્રિય
રાજ્ય સરકારનું જે કમિશન છે એ પણ નિષ્ક્રિય છે, કેમ કે તેમાં ચેરપર્સનની જગ્યા ખાલી છે. રાજ્યમાં માત્ર ચાર જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ કમિટી છે. મામલે હાઇકોર્ટે અરજદારને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના જે નિર્દેશોનો અમલ ન થતો હોય તેની વિગતો રજૂ કરવામાં આવે. આ મામલે આવનાર દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...