તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય વચનોની લહાણી:​​​​​​​કોંગ્રેસ ફ્રી વેક્સિન અને વાઇફાઇ તો ભાજપ વિકાસ, રોજગારી અને AAP પાણી ટેક્સ, શિક્ષણ, આરોગ્યના મુદ્દા સાથે પ્રચાર કરવા મેદાને

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6 મહાનગરમાં પ્રજાને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
 • મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી, 50 હજારથી વધુને નોકરી અપાવવા સુધીનાં વચનો આપ્યાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના રાજકીય ડ્રામા સામે આવ્યા છે. પહેલા ઉમેદવારી ફોર્મ ભરવા, ત્યાર બાદ યાદી જાહેર થયા બાદ કાર્યકર્તાઓના હોબાળાએ છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં હલચલ ઊભી કરી દીધી છે. ત્યારે હવે ટૂંક સમયમાં મતદાનની પ્રક્રિયા શરૂ થશે, જેને લઈને હાલમાં 6 મહાનગરમાં પ્રજાને રીઝવવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ તો જીત બાદ ફ્રી વેક્સિન તેમજ વાઈફાઈ જેવી લાલચ આપી પ્રજાને પોતાની તરફ ખેચવા ઢંઢેરો પીટી રહી છે. બીજી તરફ, ભાજપ રોડ-રસ્તા તેમજ રોજગારીના મુદ્દાઓ સાથે પ્રચાર કરવા મેદાને ઊતર્યું છે. તો આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે પ્રચાર કરી રહી છે. તો આવો, પ્રજાને રીઝવવા રાજકીય પક્ષોના ચાલી રહેલા પ્રચાર પર એક નજર કરીએ.

કોંગ્રેસ મફત વેક્સિન, વાઈફાઈ, 50 હજારને નોકરીના મુદ્દા સાથે મેદાને
મતદાનને હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે; ત્યારે કોંગ્રેસ 6 મહાનગરોમાં પોતાના ઉમેદવારોને જીત અપાવવા માટેના પ્રચાર શરૂ કરી દીધા છે. આ વખતે જીત મેળવવા માટે કોંગ્રેસ પ્રજાને અનેક વાયદા કરી રહી છે, જેમ કે દરેકને મફત કોરોના વેક્સિન, મફત વાઈફાઈ, મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી, 50 હજારથી વધુને નોકરી તેમજ વર્ષો સુધી અડીખમ રહે તેવા રસ્તા આપશે. આ સિવાય પણ કોંગ્રેસ ડાયાબિટીસ-બ્લડ પ્રેશનનું મફત ટેસ્ટિંગ તેમજ લોકડાઉન સમયના પ્રોપર્ટી ટેક્સને માફ કરવાનો દાવો કરે છે.

વિકાસના મુદ્દાને આગળ ધરીને ભાજપ ફરી એકવાર મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યું છે.
વિકાસના મુદ્દાને આગળ ધરીને ભાજપ ફરી એકવાર મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યું છે.

‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ના નારા સાથે પ્રચાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે રણશિંગુ ફૂંકી દીધું છે અને પ્રજાને રીઝવવા ભાજપે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ ચૂંટણી નારાની પણ શરૂઆત કરી દીધી છે. વિકાસના મુદ્દાને આગળ ધરીને ભાજપ ફરી એકવાર મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યું છે, સાથે જ યુવા વર્ગને રોજગારી આપવાની પણ વાતો થઈ રહી છે, સાથે અલગ-અલગ વોર્ડમાં ડીજે તેમજ હાથી તેમજ ઢોલ-નગારાં સાથે કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે.

દિલ્હી જેવી મતદારોને શિક્ષણથી લઈને આરોગ્ય, પાણી અને રસ્તાઓની સુવિધા મળશે
દિલ્હી જેવી મતદારોને શિક્ષણથી લઈને આરોગ્ય, પાણી અને રસ્તાઓની સુવિધા મળશે

AAP પાણી ટેક્સ, શિક્ષણ, રોજગારીના મુદ્દા સાથે મેદાને
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી દીધું છે. પાર્ટીના મુખ્ય મુદ્દા, પાણી ટેક્સ, શિક્ષણ, તેમજ રોજગારી પરના છે. પાર્ટીનું કહેવું છે કે દિલ્હીના મતદારોને શિક્ષણથી લઇને આરોગ્ય, પાણી અને રસ્તાઓની સુવિધા મળી રહી છે, તેવી તમામ સુવિધાઓ ગુજરાતના મતદારોને પણ મળવી જોઈએ. જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર કામ કરી રહી છે એ મુજબ કોઈપણ રાજ્યની સરકારો કામ કરે તો જે-તે રાજ્યના મતદારોને પ્રાથમિક કહી શકાય એવી સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારા માર્ગ મળી શકે છે.

પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા.
પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા.

દિવસ-રાત પ્રચાર કરતા કાર્યકરો માટે મફત જમવાની વ્યવસ્થા
રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર માટે સમર્થકો અને કાર્યકરોને કામે લગાડવા ભાજપ-કોંગ્રેસ દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિસાયેલાને મનાવવા માટે ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં ડિનર ડિપ્લોમસી સાથે ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનાં ચૂંટણી કાર્યાલય ધમધમી રહ્યાં છે, ત્યાં પણ કાર્યકરોને ભીડ એકઠી કરવા તેમજ છેલ્લી ઘડીએ કપાઈ ગયેલા ટિકિટવાંછુઓની હાજરી ચૂંટણી કાર્યાલય પર રહે એ માટે રણનીતિ અપનાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યકરો માટે ઉમેદવાર અને પાર્ટી કાર્યાલય પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે ગરમ ભજિયાં અને ત્યાર બાદ આઈસક્રીમની વ્યવસ્થા તો કોંગ્રેસ દ્વારા પણ દિવસ-રાત પ્રચાર કરતા કાર્યકરો માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વેજ-નોનવેજ બન્ને પ્રકારના જમવાની વ્યવસ્થા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો