તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદારને અર્પણ:દિવાળીના તહેવારો માટે સૌથી મોટું પ્રવાસન સ્થળ બન્યું કેવડિયા, જ્યાં ક્રૂઝ, સી-પ્લેન, જંગલ સફારી, ગાર્ડન, રિવર રાફટિંગની મોજ માણી શકાશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: હિરેન પારેખ
  • કૉપી લિંક
  • ગત દિવાળીના તહેવારોમાં માત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ આવ્યા હતા
  • 2010માં ગુજરાતના CM તરીકે નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલો સંકલ્પ, 2018માં વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાના લોકાર્પણ સાથે પૂર્ણ થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ માત્ર 33 મહિનામાં પૂર્ણ થયો છે અને સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી 182 મીટરની પ્રતિમા બની ગઈ છે. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાત જ નહીં, બલકે દેશ-વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયું છે. ત્યારે કેવડિયાની આસપાસ 21થી વધુ અલગ-અલગ જોવાલાયક અને માણવા લાયક પ્રોજેક્ટો તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતની સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કેવડિયામાં દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું છે. ગત દિવાળીના તહેવારોમાં માત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે હવે આ પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થયો હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ ડબલ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાના કુલ 21 પ્રોજેક્ટોમાંથી 17 પ્રોજેક્ટોનું આજે લોકાપર્ણ કર્યું છે જ્યારે બે પ્રોજેક્ટ( કેવડિયા રેલવે લાઈન અને સરદાર સરોવર રિસોર્ટ)નું કામ બાકી છે, જે આગામી 6 મહિનામાં પૂર્ણ થશે.

કેવી છે યુનિટીની આસપાસની સુવિધા?
- વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એક્તાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.
- એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભ પાછળ નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો લઈ જાય. પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર છે.
- બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.
- એક્તા ઓડિટોરિયમ: એકતા ઑડિટોરિયમ નામના 1700 ચોરસમીટરના બિલ્ટ-અપ એરિયા ધરાવતો એક કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. અહીં ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે, જ્યાં 700 વ્યક્તિની બેસવાની ક્ષમતા હશે.
- રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે
- કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. થોર આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે. જ્યારે એ પેટાગોનિયા, કેનેડાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ જોવા મળે છે.
- ભારત વન: અહીં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે. સાથે જ હરિયાળીની છાંટ ધરાવતાં વૃક્ષો ભારત વનની શોભા વધારે છે
- ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે. બંને કિનારે બોટ્સના સંચાલન માટે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.
- જંગલ સફારી: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે.
- એકતા મોલ: આ મોલમાં મુલાકાતીને હસ્તકળા અને ભારતમાં આવેલાં અલગ-અલગ રાજ્યનું પરંપરાગત કાપડ અહીં એક જ જગ્યાએ મળી રહેશે. અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે જ જૂની પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયને ધ્યાનમાં રાખીને આ મોલને ડિઝાઈન કરાયો છે.

જંગલ સફારી: અહીં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકાની 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે.
જંગલ સફારી: અહીં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકાની 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે.

જંગલ સફારી પાર્ક અને ફેરી બોટ (ક્રૂઝ)
375 એક્ટરમાં ફેલાયેલા જંગલ સફરીમાં 1500 દેશી અને વિદેશી પ્રાણી છે. વ્યક્તિદીઠ રૂા. 200ની ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ(ક્રૂઝ) પ્રોજેક્ટ 100 ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસીદીઠ ક્રૂઝનું ભાડું રૂા. 430 રાખ્યું છે.

બટરફ્લાય ગાર્ડન: 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.
બટરફ્લાય ગાર્ડન: 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.

બટરફ્લાય ગાર્ડનમાં 50 પ્રજાતીના પતંગિયા અને 25 પ્રકારના વૃક્ષોનો નજારો
પતંગિયાઓ ફુલોના રસ પર નિર્ભર હોય છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ અલગ અલગ પ્રકારની પ્રજાતિના પતંગિયાઓ લાવવામાં આવ્યા છે. ઉપરાંત વિદેશોમાંથી પણ 50થી વધુ પ્રજાતીના પતંગિયા લવાયા છે. જેના પગલે વન વિભાગ બટરફ્લાય ગાર્ડનમાં 25 પ્રજાતિના અલગ અલગ રસીલા ફુલોના વૃક્ષો પણ જોવા મળશે.

રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે.
રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે.

5 કિમી.ના વિસ્તારમાં થશે રાફ્ટિંગ
રીવર રાફ્ટિંગની શરૂઆત નર્મદા નદીના કિનારે વસેલા ખલવાની ગામથી થઈ. રાફ્ટિંગ માટે પાંચ કિમીનો વિસ્તાર નક્કી કરાયો છે. ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધીના પ્રાકૃતિક સૌંદર્યની મજા સાથે પ્રવાસીઓ રાફ્ટિંગની મજા માણી શકશે. ઉલ્લેખનીય છે કે જે સ્થાને રીવર રાફ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે તે સ્થાને હંમેશા 600 ક્યૂસેક પાણીની સુવિધા રહે છે. આ કારણે લોકો રેપિડ અને એક્સાઈટિંગ રિવર રાફ્ટિંગની મજા માણી શકશે.

સી-પ્લેન: પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે એ ઉપરાંત પાણીમાં તરી શકે એવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે
સી-પ્લેન: પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે એ ઉપરાંત પાણીમાં તરી શકે એવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે

24 કલાકમાં ચાર ઉડાન ભરશે સી-પ્લેન, ભાડું 1500
આ ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું 1500 નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં 2 પાઇલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.

એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, આ નર્સરીમાં ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો છે.
એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, આ નર્સરીમાં ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો છે.
વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોર આકર્ષક અને અલગ અલગ આકાર તથા કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે.
કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોર આકર્ષક અને અલગ અલગ આકાર તથા કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે.
ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે.
ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે.

કેમ ખાસ છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી?
આ પ્રતિમા પર 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરાયો હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.
* આ પ્રતિમા પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વત પણ જોઈ શકાય છે. અહીંની ગેલેરીમાંથી એક સમયે 40 લોકો આ દૃશ્ય જોઈ શકે છે.
* સ્ટેચ્યૂમાં બે હાઈસ્પીડ લિફ્ટ લગાવાઈ છે, જે પ્રવાસીઓને સરદાર પટેલની મૂર્તિના છાતીના ભાગ પર બનાવાયેલી વ્યૂઈંગ ગેલેરી સુધી લઈ જશે. આ ગેલેરીમાં એકસાથે 200 લોકો ઊભા રહી શકશે.
* સ્ટેચ્યૂ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં તૈયાર થઈ ગઈ, જે પણ એક રેકોર્ડ છે. જ્યારે ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતાં 11 વર્ષ લાગ્યાં હતાં.
* સ્ટેચ્યૂની ડિઝાઈનમાં ખાસ ધ્યાન અપાયું છે. સરદાર પટેલના ચહેરાના હાવભાવ વ્યવસ્થિત રીતે અંકાય. આ માટે આર્કાઈવમાંથી 2000 જેટલા ફોટોગ્રાફ્સનો અભ્યાસ કર્યો હતો. ઈતિહાસમાં જેમને લોખંડી પુરુષ વર્ણવાયા છે તેમનો લોખંડી હાવભાવ બતાવવો સૌથી મોટી ચેલેન્જ હતી. દૂરથી જોઈએ, તો સરદાર પટેલ સરદાર સરોવર ડેમ તરફ ચાલી રહ્યા છે એવું ભાસે છે.
* સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કાંસાની પરત ચઢાવવા સિવાયનું દરેક કામ ભારતમાં જ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્વદેશી છે.

2010માં ગુજરાતના CM મોદીએ સ્ટેચ્યૂ નિર્માણની જાહેરાત કરી
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે 7 ઓક્ટોબર 2010ના રોજ અમદાવાદમાં એક પ્રેસ- કોન્ફરન્સમાં તેમણે આ સ્મારક નિર્માણના સંકલ્પની જાહેરાત કરી હતી. એ સમયે આ યોજના દેશને ગુજરાતના ગૌરવવંતા યોગદાન તરીકે રજૂ કરાઈ હતો. ત્યાર બાદ 31 ઓક્ટોબર, 2013ના રોજ બાંધકામ શરૂ થયું અને બરાબર 5 વર્ષ બાદ, એટલે કે 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતીએ બાંધકામ પૂર્ણ થયું હતું. વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. 20 હજાર ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક માનવસર્જિત તળાવથી ઘેરાયેલી છે.

આ પ્રોજેક્ટમાં એક લાખ 70 હજાર ક્યુબિક મીટર કોન્ક્રીટ વપરાયું
સરદારની પ્રતિમાનું લાર્સન એન્ડ ટ્રુબ્રો કંપની દ્વારા 2989 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. મૂર્તિ એક કોમ્પોઝિટ પ્રકારનું સ્ટ્રક્ચર છે અને સરદારની મૂર્તિની ઉપર કાંસાના ઢોળનું ક્લિયરિંગ છે, એટલે કે મૂર્તિની સ્કીન કાંસાની બનેલી છે. આ પ્રોજેક્ટમાં 2.10 લાખ ક્યુબિક મીટર સિમેન્ટ-કોન્ક્રીટ લાગ્યું છે, સાથે જ 2000 ટન બ્રોન્ઝ એટલે કે કાંસાનો પણ ઉપયોગ કરાયો છે. 6500 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18,500 ટન રિઈન્ફોર્સમેન્ટ બાર્સનો ઉપયોગ કરાયો છે. આ મૂર્તિ 22500 મેટ્રિક ટન સિમેન્ટમાંથી બની છે. આ સ્મારકનો વિસ્તાર 20 હજાર ચોરસમીટર છે અને એ 12 ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઇ, જેમાં 175 મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે, ગેલેરીમાંથી 3000 પર્યટકો ડેમ સાથે વિધ્યાંચલની પર્વતમાળાઓ નિહાળી શકશે.

6 લાખ ગામમાંથી મળેલા 5000 મેટ્રિક ટન આયર્નથી બની છે યુનિટી
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને એમાં ઉપયોગમાં લેવાતાં ખેતીનાં સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યાં હતાં. આ માટે 5 લાખથી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી હતી. 6 લાખ ગામમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 5000 મેટ્રિક ટનથી વધુ આયર્ન એકત્ર કરવામાં આવ્યું અને આખરે 31 ઓક્ટોબર 2014ના રોજ મૂર્તિનું બાંધકામ શરૂ થયું.

કોણે બનાવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓરિજિનલ ડિઝાઇન?
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ઑરિજિનલ ડિઝાઈનર મહારાષ્ટ્રના ધુળે પાસે આવેલા ગોન્ડુરમાં જન્મેલા રામ સુતારે તૈયાર કરી હતી. 93 વર્ષના રામ સુતાર દેશના સૌથી વરિષ્ઠ મૂર્તિકાર છે અને પોતાના જીવનકાળમાં તેમણે એકથી એક ચડિયાતી મૂર્તિઓ બનાવી છે. યુનિટીની સાથે તેમણે છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યૂ પણ ડિઝાઈન કર્યું છે. શિવાજીનું આ સૂચિત સ્ટેચ્યૂ મુંબઈના દરિયામાં કૃત્રિમ ટાપુ પર મુકાવાનું છે. ‘શિવ સ્મારક’ તરીકે વિકસી રહેલા એ સ્ટેચ્યૂમાં ઘોડા પર સવાર થઈને તલવાર વીંઝતા શિવાજી દેખાશે. એ સ્ટેચ્યૂની ઊંચાઈ 413 ફૂટ હશે. તેમને ઈ.સ. 1959માં ભારત સરકારના ઑડિયો-વિઝ્યુઅલ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ, પરંતુ તેમનો જીવ મૂર્તિકળામાં પરોવાઈ ગયો હતો. પાછલા છ દાયકામાં રામ સુતારે મિનિમમ 200 તો મોટી સાઈઝની મૂર્તિઓ તૈયાર કરી છે. રામ સુતારે બનાવેલી ગાંધીજીની ધ્યાનમગ્ન અવસ્થાની 16 ફૂટ ઊંચી મૂર્તિ સૌથી વધુ વખણાઈ છે.

અમેરિકન હિસ્ટોરિયને કહ્યું- સરદારની મૂર્તિ અમદાવાદ એરપોર્ટ પરની સરદારની મૂર્તિ જેવી જ હોય
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડાવાનો સંયોગ કેવી રીતે ઊભો થયો એના વિશે વાત કરતાં અનિલ સુતારે જણાવ્યું હતું કે ‘અમે સંસદ ભવન ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવ્યું હતું. પછી જ્યારે અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલનું સ્ટેચ્યૂ લગાવવાનું હતું તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અમને કહ્યું કે સંસદમાં જેવું છે એવું જ સ્ટેચ્યૂ અમને તૈયાર કરી આપો, એટલે અમે બિલકુલ એવું જ સ્ટેચ્યૂ અમદાવાદ એરપોર્ટ માટે બનાવી આપ્યું. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત ચાલી રહી હતો તો એક અમેરિકન હિસ્ટોરિયનને બોલાવવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે સ્ટડી કરીને કહો કે સરદાર પટેલનાં નેચર, વેશભૂષા આ બધી બાબતોને જોતાં તેમનું સ્ટેચ્યૂ કેવું હોવું જોઈએ. એ હિસ્ટોરિયને તમામ સ્ટેચ્યૂ જોયાં અને પૂરતા રિસર્ચ પછી રિપોર્ટ રજૂ કર્યો, એમાં સૂચન કર્યું કે જે સરદાર પટેલનું સ્ટેચ્યૂ અમદાવાદ એરપોર્ટ પર છે જે રામ સુતારે બનાવ્યું છે એ સરદાર પટેલનાં વેશભૂષા, નેચર, તેમનું જે વ્યક્તિત્વ હતું એની સાથે સૌથી સારી રીતે મેળ ધરાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser