તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત યુનિવર્સિટીની બુધવારે મળેલી ઓનલાઈન સિન્ડિકેટની બેઠકમાં કેમિસ્ટ્રીની પીએચડીની વિદ્યાર્થિની સાથે જાતીય કથિત સતામણી કેસમાં સસ્પેન્ડ કરાયેલા પ્રો.વશિષ્ઠ ભટ્ટને લીગલ તપાસ કમિટીની ભલામણને સ્વીકારીને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમિસ્ટ્રી વિભાગમાં પીએચડીના પ્રોફેસરે દોઢ વર્ષ અગાઉ જમવાના બહાને અભદ્ર માગ કરી હોવાની વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી.
બીજી તરફ વર્ષ 2020-21નું રૂ. 2,67,96,55,840ની આવકની સામે 2,79,37,58,340ના ખર્ચ સાથે કુલ 11,41,02,500ની ખાધ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિ.ની સિન્ડિકેટની ઓનલાઇન બેઠકમાં બજેટ સહિતની કેટલી ઔપચારિક્તા પૂરી કરાઈ હતી. ઓનલાઈન બેઠક થવાના કારણે ઓફલાઈન બેઠકમાં સભ્યોનું જેવું આક્રમક વલણ જોવા મળે છે તેવો કોઈ વ્યવહાર જોવા મળ્યો ન હતો. સામાન્ય રીતે સિન્ડિકેટની બેઠક કેટલાક સભ્યોના આક્રમક વલણના કારણે તોફાની બનતી હોય છે, પરંતુ ઓનલાઇન બેઠકમાં આવો કોઈ વ્યવહાર જોવા મળ્યો નહોતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.