તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેક્ચર:પ્રોફેશનલ્સે પત્રકારત્વમાં ઈન્વોલ્વ થવાની જરૂર છે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5મું સ્વ.સુરેશ બુચ મેમોરિયલ લેક્ચર

પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા કોર્પોરેટ કોમ્યુનિકેશન અને તેને સંલગ્ન ક્ષેત્રમાં જોડાયેલા એવા ખ્યાતનામ અને ઉભરતા પ્રોફેશનલ્સની સંસ્થાના ઉપક્રમે હમણાં જ નવજીવન ટ્રસ્ટના જિતેન્દ્ર દેસાઈ મેમોરીયલ હોલમાં 5મા સ્વ.સુરેશ બુચ મેમોરીયલ લેકચરનું આયોજન કરાયું હતું. તેમાં અનલોક 4ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને શ્યામ પારેખના વ્યકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શ્યામ પારેખે વિદ્યાર્થીઓ તથા ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં પીઆર અને જર્નાલિઝમ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે, ‘પબ્લીક રિલેશન અને જર્નલિઝમમાં હવે ઈન્ટીગ્રેટ થવાની જરૂર છે. દુનિયા આખી ટેક્નોલોજી અને ઓનલાઈન તરફ વળી રહી છે ત્યારે જર્નાલીસ્ટ અને પીઆર પ્રોફેસનલ્સ માટે ઉભરતી નવી વ્યવસ્થાઓને સ્વિકારવું અત્યંત મહત્વનું બન્યું છે. નવા યુગમાં પીઆર પ્રોફેશનલ્સે ઈવોલ્વ થવાની તાતી જરૂરીયાત છે. આ કાર્યક્રમમાં પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના પુર્વ ચેરમેન બી.એલ. યાદવ અને પૂર્વ પ્રમુખ વિપુલ શુકલા, પીઆરએસઆઈના સેક્રેટરી સુબોજીત સેન, એક્ઝિક્યૂટિવ મેમ્બર ડો.શશીકાંત ભગત ઉપસ્થિત રહ્યાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો