તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે દિવ્યભાસ્કર રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-11એટલે કે સરદારનગર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.
સરદારનગર વોર્ડમાં હવે નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના નવા સીમાંકન મુજબ કેટલાક વિસ્તારને આ વોર્ડમાં ઉમેરવા આવ્યા છે. આ વિસ્તારમાં મધ્યમ વર્ગ ના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં રોડ બહુ સાંકડા છે જેથી પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. એરપોર્ટની બાજુમાં આવેલો વિસ્તાર છે જેથી મુખ્ય રસ્તાઓ તો સારા છે પણ બાકીના રસ્તામાં બિસ્માર હાલતમાં જોવા મળતા હોય છે. અહીંના લોકોના મત અનુસાર વિસ્તારમાં કામ તો થાય છે પણ ઝડપી તેનો નિકાલ નથી થતો.
પીવાના પાણીની સમસ્યા કેટલાક વિસ્તારોમાં છે: સ્થાનિક
સરદારનગર વોર્ડ ના સ્થાનિક પ્રેમસિંગ એ જણાવ્યું કે, પાણીની સમસ્યા કેટલાક વિસ્તારોમાં છે.કારણ કે જૂની પાઇપ લાઈનો છે એટલે બને લાઈનો મિક્સ થઈ જાય છે.જોકે વિસ્તારમાં ઘણા કામોની જરૂરિયાત છે જેમાં રોડ રસ્તા, ગટરની લાઈનો અને સિનિયર સીટીઝન પાર્ક વગેરે..અમે તો મત આપીને વિશ્વાસ રાખીએ છે કે, જે જનપ્રતિનિધિ આવે એ અમારું કામ કરે એવી આશા રાખીએ છીએ.
વિકાસ તો થાય છે પણ અમુક વિસ્તારમાં જ: સ્થાનિક
સ્થાનિક શ્રેણિક બેંકર એ જણાવ્યું કે વિકાસ અમુક જ વિસ્તારમાં થયો છે.સરદારનગરના કેટલાક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પણ નથી મળતી.વિસ્તારમાં અનેક જગ્યાએ ગંદકી જોવા મળે છે સાથે યુવાનો માટે લાઈબ્રેરી હોવી જોઈએ અને એક ગાર્ડન પણ હોવું જોઈએ જેથી સિનિયર સિટીઝન હરિફરી શકે.મારે એજ કહેવું છે કે, વિકાસ સમગ્ર વિસ્તારમાં થવો જોઈએ.
સરદાર નગરના સ્થાનિક રામ મોટવાનીએ જણાવ્યું કે, વિસ્તારમાં પાણીની સમસ્યા હતી પણ હવે ઓછી છે પણ થોડા વરસાદમાં પાણી ભરાય જાય છે તેનો વર્ષોથી નિકાલ લાવવાનો પ્રયાસ કોર્પોરેશન કરતું નથી. વિસ્તારમાં રોડ રસ્તા તૂટેલા હોય છે મુખ્ય રોડ સારા બનાયા છે બીજા રોડમાં ખાડા પડી જાય છે મારી તો વિનંતી છે કે, અહીંયા જે જનપ્રતિનિધિ આવે એ આ વિસ્તાર ને પોતાનું સમજી ને વિકાસ કરે તો પ્રજા ને સુવિધાઓ મળી રહેશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.