નોટિસ:GST બોગસ બિલિંગ કૌભાંડમાં 11 રાજ્યોમાં તપાસ, 200 પેઢીને નોટિસ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તાજેતરમાં ગુજરાતમાંથી 98 કરોડની ITC લીધી હોવાનું બહાર આવ્યું હતું
  • બોગસ પેઢીઓ પાસેથી બિલો મેળવેલી ITCની તપાસ માટે નોટિસ પાઠવાઈ

તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યભરમાં સાગમટે દરોડા પાડીને બોગસ બિલિંગના કરોડોના વ્યવહારો ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન મળેલા વ્યવહારોના આધારે તપાસ કરતા કૌભાંડના તાર 11 રાજ્યોમાં પહોંચ્યા છે. જેને લઇને જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ પેઢીઓ પાસેથી બિલ મેળવેલી આઇટીસીની તપાસ માટે નોટીસ પાઠવી છે.

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટે બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર રાજ્યભરમાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોના વ્યવહારો કરીને રૂ. 98 કરોડની આઇટીસી લીધી હોવાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જીએસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અધિકારીઓને બોગસ પેઢીઓએ કરેલા વ્યવહારોની તપાસ કરતા જે લોકોએ બોગસ બિલ લીધા હતા તેની યાદી તૈયાર કરવામાં આવી હતી. અત્યાર સુધી બોગસ બિલિંગના છેડા રાજ્યમાં જ મળી આવતા હતા પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે, બોગસ બિલિંગની તપાસ રાજ્ય બહાર સુધી લંબાઇ છે. ડિપાર્ટમેન્ટે બોગસ બિલથી આઇટીસી લીધી હોય તેવા રાજ્ય બહારના લોકોની યાદી તૈયાર કરી છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ
ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, પોન્ડુચેરી, તેલંગણા, ઝારખંડ, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકથી પણ બોગસ બિલિંગ ઓપરેટ થતું હોવાનું તપાસમાં આવ્યું છે. જેને લઇને જેતે રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટને આ નંબરોની તપાસ કરવા જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં કરેલા વ્યવહારોની તપાસ કરવામાં આવે તો કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચે તેવી શકયતા છે. તાજેતરમાં ભાવનગરમાંથી પણ બોગસ બિલિંગનું મોટું કૌભાંડ પકડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...