તાપમાનનો પારો ગગડ્યો:આગામી દિવસોમાં રાત્રે ઠંડી વધવાની સંભાવના, નલિયા 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર; 12 શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં બે દિવસથી ઉત્તર-પૂર્વથી પૂર્વના ઠંડા પવનનું જોર વધ્યું છે, જેની અસરોથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં લઘુતમની સાથે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડા પવનની અસરથી રાજ્યનાં 12 શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી દિવસોમાં રાત્રે ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં વહેલી સવારથી ધુપ-છાવના વાતાવરણ વચ્ચે ઠંડા પવનનું જોર યથાવત્ રહ્યું હતું, જેને કારણે લોકોએ દિવસ દરમિયાન ઠંડી અનુભવી હતી. ઠંડા પવનની અસરથી અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી ગગડીને 31.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડી 16.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે, જેમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

શનિવારે રાજ્યમાં 12.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. ઠંડા પવનની અસરથી ભુજ અને દીવને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.

અમદાવાદમાં ઠંડીનો પારો દોઢ ડિગ્રી ગગડ્યો

અમદાવાદ16.2
ગાંધીનગર15.8
નલિયા12.6
કંડલા14.5
વડોદરા15.4
કેશોદ15.6
દીવ15.8
વિધાનગર16.3
પોરબંદર16.9
ભાવનગર17
રાજકોટ17.3
અમરેલી17.8

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...