સુરક્ષા વધારવા નિર્ણય:એરપોર્ટ પર CISFની સાથે ખાનગી સિક્યોરિટી જોડાઈ, હાલ 850 જવાનો 24 કલાક ફરજ બજાવે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની સુરક્ષા તેમજ એરપોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 તેમજ ડોમેસ્ટિક ટર્મિનલ ટી-1માં અંદરની તરફ કેટલીક મહત્ત્વની જગ્યાઓ પર ખાનગી સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.

એરપોર્ટ પર સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંભાળતી સુરક્ષા એજન્સી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનોને આ ખાનગી સિક્યોરીટી ગાર્ડ મદદરૂપ થશે. એરપોર્ટ ટર્મિનલ એરિયામાં જ્યાં સીઆઈએસએફ જવાનોની વધુ જરૂર નથી પરંતુ સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધી આવી જગ્યાઓ પર પણ સીઆઈએસએફના જવાનોને તહેનાત કરાતા હતા ત્યાં હવે મહિલા અને પુરૂષ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવી રહ્યા છે.

એરપોર્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલમાં પ્રવેશતા સિક્યુરિટી ચેકિંગ, લગેજ સ્કેનિંગની સાથે એરપોર્ટ પરિસરમાં દેખરેખની સાથે સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ સંભાળી રહી છે.

અત્યારે અમદાવાદ એરપોર્ટની સુરક્ષા માટે સીઆઈએસએફના 850થી વધુ જવાનો સતત 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. હવે અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા વધવાની સાથે સુરક્ષા પડકારો પણ સતત વધી રહ્યા છે, ત્યારે એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા એરપોર્ટની સુરક્ષા માટે સીઆઈએસએફના અધિકારીઓની દેખરેખમાં ખાનગી સિક્યોરીટી ગાર્ડ તહેનાત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...