તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમમાં પાગલ યુવતીનું કારસ્તાન:અમદાવાદમાં યુવતીએ પૂર્વ પ્રેમીના ફિયાન્સીના ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પ્રતિકાત્મક તસવીર છે - Divya Bhaskar
આ પ્રતિકાત્મક તસવીર છે
  • યુવતીએ એક્સ બોયફ્રેન્ડ પાસેથી તેની ફિયાન્સીનો ઈન્સ્ટા પાસવર્ડ મેળવી રાખ્યો હતો
  • પૂર્વ પ્રેમીની સગાઈ તોડાવવા યુવતીએ તેની ફિયાન્સીનું ફેક આઈડી બનાવ્યું
  • નરોડામાં રહેતી 22 વર્ષની યુવતીની સાયબર પોલીસે અટકાયત કરી

અમદાવાદમાં એક યુવતી દ્વારા પૂર્વ પ્રેમીની ફિયાન્સીના ન્યૂડ ફોટો વાઈરલ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ એક્સ બોયફ્રેન્ડની ફિયાન્સીના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી બનાવી પ્રોફાઈલમાં તેના ફોટો મૂક્યા હતા. જેમાં પીડિત યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને 22 વર્ષની યુવતી સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

યુવતીએ પૂર્વ પ્રેમીની ફિયાન્સીને બેઆબરું કરી
ઘટનાની વિગતો મુજબ, નરોડામાં રહેતી 22 વર્ષની એક યુવતીએ તેને એક્સ બોયફ્રેન્ડની સગાઈ તોડાવા માટે તેની ફિયાન્સીના નામથી ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીએ આ બાદ તેના પ્રોફાઈલ ફોટોમાં ન્યૂડ ફોટો મૂકીને પૂર્વ પ્રેમીને રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે એકાઉન્ટના આઈ.પી લોગ્સની માહિતી મેળવતા યુવકની પૂર્વ પ્રેમિકાએ જ આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું.

સાયબર ક્રાઈમ સેલની ઓફિસની ફાઈલ તસવીર
સાયબર ક્રાઈમ સેલની ઓફિસની ફાઈલ તસવીર

ન્યૂડ ફોટો વાઈરલ કરી દીધા
આરોપી યુવતીની અટકાયત કરીને પૂછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદીના ફિયાન્સી સાથે તેના પ્રેમ સંબંધ હતા. જોકે બંનેના ઘરે આ વાતની ખબર પડતા સંબંધ તૂટી ગયા હતા. બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પૂર્વ પ્રેમિકાએ બદલો લેવાનું નક્કી કરી લીધું. આથી તેણે ફરિયાદી યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈ.ડીનો પાસવર્ડ આરોપી પાસેથી અગાઉ મેળવી રાખેલો હતો, જેનો ઉપયોગ કરીને યુવતીએ મંગેતરને પહેલા ઈન્સ્ટાગ્રામમાં પર્સનલ ચેટમાં મોકલેલા ન્યૂડ ફોટો સેવ કરીને બાદમાં ફેક આઈ.ડી બનાવી ત્યાં મૂકી દીધા હતા.

સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ ફરિયાદ
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મામલે આઈ.ટી એક્ટ 43(એ), 66(સી), 67 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ યુવતીની આ ગુનામાં અટકાયત કરવામાં આવી છે.