તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલ અને સરકાર વચ્ચે વાટાઘાટ શરૂ:AMC અગાઉના બાકી 50 કરોડ ચૂકવે તો જ ખાનગી હોસ્પિટલો ફ્રીમાં બેડ આપશે

અમદાવાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલોમાં સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ કરી

શહેરમાં દરરોજ સંખ્યાબંધ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને સિવિલના બેડ ફૂલ થવા જઈ રહ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાઈ છે ત્યારે હવે કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ થઈ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોએ તેમને કોર્પોરેશન પાસેથી અગાઉના લેણાં નીકળતા આશરે 50 કરોડ રૂપિયા મળે નહીં ત્યાં સુધી બેડ રિઝર્વ નહીં આપવાની ચીમકી આપી છે.

કોર્પોરેશનના એક અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, ગયા વર્ષે મે માસ બાદ શહેરની 50 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખ્યા હતા. સમયાંતરે હોસ્પિટલોને દર મહિને બીલ ચૂકવાઈ રહ્યાં હતા, જોકે છેલ્લે આશરે 50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ રકમ માટે ગયા મહિને ખાનગી હોસ્પિટલોનું એક પ્રતિનિધિ મંડળ મ્યુનિ. કમિશનરને મળ્યું ત્યારે કમિશનરે વહેલી તકે બાકીના રૂપિયા ચૂકવી દેવા કહ્યું હતું.

અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે, ખાનગી હોસ્પિટલને ચૂકવવા માટે ગાંધીનગરથી મંજૂરી આવી નથી. એક વખત ગાંધીનગરથી મંજૂરી આવશે પછી હોસ્પિટલોના બાકી નીકળતા રૂપિયા ચૂકવાશે. હાલ ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે કોર્પોરેશનને ફરી ખાનગી હોસ્પિટલોના રિઝર્વ બેડની જરૂર પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાબતે કોર્પોરેશન અને ગાંધીનગરના અધિકારીઓ વચ્ચે મીટિંગો શરૂ થઈ છે.

ખાનગી હોસ્પિટલના બેડનો ઉપયોગ અધિકારીઓ અને નેતાઓએ જ કર્યો
ગયા વર્ષે શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી ખર્ચે રિઝર્વ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમા મોટાભાગે આ સરકારી બેડ મોટા અધિકારીઓના સગા અને રાજકારણી અને તેમના સગા માટે ઉપયોગ થયો હતો. ખાનગી હોસ્પિટલના એક સંચાલકે કહ્યું હતું કે, સરકારી ખર્ચે ખાનગી હોસ્પિટલમાં બેડ રિઝર્વ રાખવાનો ઉદ્દેશ સારો હતો, પણ પાછળથી આ ઉદ્દેશ સામાન્ય લોકો માટે નહીં મોટા અધિકારીઓ-રાજકારણીઓ પૂરતો રહી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો