તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ખાનગી હોસ્પિટલોએ કોરોનાની રસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ખરીદવી પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાનગી હોસ્પિટલો વેક્સિનના રૂ.800થી 1000 વસૂલે છે, ત્યારે કેન્દ્ર સરકારે પરિપત્ર કરીને ખાનગી હોસ્પિટલો સર્વિસ ચાર્જ પેેટે મહત્તમ રૂ.150 જ વસૂલવા આદેશ કર્યો છે. ખાનગી હોસ્પિટલોએ રસી પણ મ્યુનિ. પાસેથી ખરીદવાની રહેશે.

ગાઇડલાઇન મુજબ ખાનગી હોસ્પિટલોએ ઉત્પાદકો પાસેથી વેક્સિન ખરીદવાને બદલે રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસેથી ખરીદવાની રહેશે. રસીના ભાવ પણ અલગ અલગ નક્કી કરાયા છે અને કોઈપણ હોસ્પિટલ તેથી વધુ ભાવ વસૂલી શકશે નહીં.

આગામી દિવસોમાં મ્યુનિ.મારફતે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થયા બાદ ખાનગી હોસ્પિટલોને વેક્સિન અપાશે. સ્પુટનિક-વી વેક્સિન આવશે પછી તે અપાશે, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

કોવિશીલ્ડ કરતા કોવેક્સિનનો ભાવ બમણો

વેક્સિનમૂળ કિંમતGSTસર્વિસ ચાર્જ (ખાનગી હોસ્પિટલ)મહત્તમ કિંમત
કોવિશીલ્ડ60030150780
કોવેક્સિન1200601501410
સ્પુટનિક-વી94847.41501145

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...