અમદાવાદ:કોરોનાનું સંક્રમણ વધતાં ખાનગી હોસ્પિટલો ફુલ થવાની શક્યતા, ICUમાં વેઈટિંગ : AMA

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવા 147 કેસ, 3 દર્દીનાં મોત, SVP હોસ્પિટલમાં અનેક ડોક્ટર પોઝિટિવ

શહેરમાં કોરોનાના વાઈરસે ફરી માથું ઊંચક્યું છે. જેને કારણે કોર્પોરેટ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીની સંખ્યામાં વધારો થયો છે. મોટાભાગના દર્દી ફેફસાંના ઈન્ફેક્શન સાથે આવતાં હોવાથી આઈસીયુના મોટાભાગના બેડ ભરાઈ જતાં વેઈટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

એસોસિએશનના સેક્રેટરી ડો. ધીરેન મહેતાએ કહ્યું કે, કેટલાંક દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ અંગે મારે ડો. મોના દેસાઇ સાથે પણ ચર્ચા થઇ હતી કે, હાલમાં નાની બર્થ-ડે પાર્ટી જેવાં પ્રસંગોમાં જતાં લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. નવરાત્રિનાં ગરબામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં સંક્રમણમાં મોટો ઉછાળો આવી શકે છે. જો આ ઝડપે સંક્રમણમાં વધારો ચાલુ રહેશે તો ટૂંકમાં હોસ્પિટલો હાઉસફુલ થવાની શક્યતા છે. શહેરમાં નવા 147 કેસ નોંધાવા સાથે 3 દર્દીના મૃત્યુ નીપજ્યા છે.

એસવીપી હોસ્પિટલના એક ઉચ્ચ સત્તાવાળાએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં રેસીડન્ટ ડોક્ટર, ફેકલ્ટી સભ્યો કેટલાક દિવસોમાં પોઝિટિવ આવ્યા છે. કોવિડ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા કોર ક્લિનિકલ બ્રાન્ચના અનેક સભ્યને કોરોના થયો છે. એસવીપીના તબીબોની ટીમ સંજીવની અને અન્ય યોજનાઓમાં પણ સંકળાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...