• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Private Hospitals In Gujarat Bought 9.95 Lakh Doses For Vaccination, A Total Of 2.28 Lakh Doses Of Vaccines Were Found In The State: Govt.

રસીના બગાડમાં ગુજરાત 8મા ક્રમે:ખાનગી હોસ્પિટલોએ વેક્સિનેશન માટે 9.95 લાખ ડોઝ ખરીદ્યા, રસીના કુલ મળી 2.28 લાખ ડોઝ બગડ્યા : સરકાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખાનગી હોસ્પિટલો દ્વારા રસી ખરીદવા મામલે ગુજરાત દેશમાં 10મા ક્રમે, 1.50 કરોડ સાથે મહારાષ્ટ્ર પ્રથમ
  • ખાનગી હોસ્પિટલોને આ ડોઝથી 81 કરોડની કમાણીનો અંદાજ
  • ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદાયેલા કુલ ડોઝમાં 33 ટકા એકલા મહારાષ્ટ્રમાં ખરીદાયા

દેશમાં અત્યાર સુધી 135 કરોડથી વધારે ડોઝનું રસીકરણ થઇ ગયું છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કુલ 4.62 કરોડ રસીના ડોઝની ખરીદી કરવામાં આવી છે. 15મી ડિસેમ્બર સુધી, ગુજરાતમાં 9.55 લાખ કોવિશિલ્ડ અને 40410 કોવેક્સિન મળી કુલ 9.95 લાખ રસીના ડોઝ ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદવામાં આવી છે.

ખાનગી હોસ્પિટલો દ્વારા રસી ખરીદવામાં આવી હોય એ બાબતે ગુજરાત દેશમાં 10મા ક્રમે છે. સૌથી વધુ 1.50 કરોડ રસીના ડોઝ મહારાષ્ટ્રમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદવામાં આવ્યા છે. દેશમાં આ આંકડો 4.62 કરોડ છે એટલે કે દેશમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદાયેલા રસીના કુલ ડોઝમાંથી 33 ટકા એકલા મહારાષ્ટ્રનો ફાળો છે.

શુક્રવારે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ માહિતી આપી હતી. ગત જૂન મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા રસીના ડોઝ માટે ખાનગી હોસ્પિટલો માટે કિંત નક્કી કરી દેવામાં આવી હતી જેમાં કોવિશિલ્ડના એક ડોઝની કિંમત રૂ. 780 જ્યારે કોવેક્સિનની કિંમત રૂ. 1410 રખાઇ હતી. આ કિંમતોના અંદાજ મુજબ, જો આ તમામ ડોઝ નિયત કિંમતે આપવામાં આવ્યા હોય તો ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોને રસીકરણમાંથી અંદાજે રૂ. 81 કરોડની કમાણી થઇ હશે.

લોકસભામાં એ માહિતી પણ આપવામાં આવી હતી કે દેશમાં થેયલા કુલ રસીકરણમાં કુલ 62.58 લાખ રસીના ડોઝનો બગાડ થયો છે જેમાં સૌથી વધારે બગાડ મધ્યપ્રદેશમાં થયો છે. ગુજરાતમાં 2.28 લાખ રસીના ડોઝનો બગાડ થયો છે. રાજ્યમાં 13મી ડિસેમ્બર સુધી 43.94 લાખ રસીના ડોઝ બેલેન્સમાં હતા. દેશમાં કુલ 16 કરોડથી વધારે ડોઝ બેલેન્સ છે.

રાજ્યરસીની ખરીદી
મહારાષ્ટ્ર15001450
કર્ણાટક5743480
તેલંગાણા5163310
પ.બંગાળ4496160
દિલ્હી3098660
કેરાલા3054980
તમિલનાડુ2770700
ઉત્તરપ્રદેશ1309740
હરિયાણા1552300
ગુજરાત995410
ભારત4.62 કરોડ

​​​​​​​અમદાવાદમાં 15 લાખ, સુરતમાં 10 લાખને બીજો ડોઝ બાકી
અમદાવાદ મહાનગર પાલિકામાં 81.38 લાખ રસીકરણમાંથી 48 લાખને પહેલો ડોઝ અને 33 લાખને બીજો ડોઝ અપાયો છે. સુરત કોર્પોરેશનમાં 67.46 લાખ રસીકરણમાંથી 38.82 લાખને પહેલો ડોઝ જ્યારે 28.64 લાખને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે.

રસીના ડોઝનો બગાડ સૌથી વધુ મધ્યપ્રદેશમાં

રાજ્યડોઝનો બગાડ
મધ્યપ્રેદશ16.47 લાખ
ઉત્તરપ્રદેશ12.60 લાખ
રાજસ્થાન6.86 લાખ
આસામ4.58 લાખ
જમ્મુ-કાશ્મીર4.57 લાખ
આંધ્રપ્રદેશ3.79 લાખ
તમિલનાડુ2.38 લાખ
ગુજરાત2.28 લાખ
ભારત62.58 લાખ

​​​​​​​​​​​​​​રાજ્યમાં 4 કરોડને બંને ડોઝ 82% વસતીનું સંપૂર્ણ રસીકરણ
રાજ્યમાં કુલ રસીકરણ 8.66 કરોડ થઇ ગયું છે જેમાંથી 4.65 કરોડને પહેલો ડોઝ જ્યારે 4.02 કરોડને બન્ને ડોઝ મળી ગયા છે. રાજ્યની 18 વર્ષ ઉપરની વસતી 4.93 કરોડ મુજબ, 96 ટકાને પહેલો ડોઝ અને 82 ટકાને બન્ને ડોઝ મળી ગયા છે. ગત 21મી ઓક્ટોબરે દેશમાં 100 કરોડ રસીકરણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 90 ટકા લોકોને પહેલો ડોઝ અને 47 ટકા લોકોને બન્ને ડોઝ મળ્યો છે. 21મી ઓક્ટોબરના આંકડાઓ પ્રમાણે, 4.42 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.35 કરોડને બીજો ડોઝ પણ અપાયો છે. એ વખતે કુલ રસીકરણનો આંકડો 6.76 કરોડ હતો જે વધીને હાલમાં 8.66 કરોડ થયો છે.

અન્ય સમાચારો પણ છે...