સરકારી હોસ્પિટલોમાં કોવિડ વેક્સિન નિ:શુલ્ક અપાય છે. પરંતુ, તેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન અને 8-10 દિવસનું વેઇટિંગ રહે છે. જ્યારે રાજ્યની ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોના ડ્રાઇવ-થ્રુ વેક્સિનેશનમાં પૈસા ખર્ચીને લોકો ઇચ્છે ત્યારે વેક્સિન મૂકાવી શકે છે, વિવિધ શહેરોની હોસ્પિટલોમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન જેવી વેક્સિનના રૂ.850થી 1500 સુધી ભાવ વસૂલાય છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની વેક્સિન નિ:શુલ્ક અપાય છે. પરંતુ, વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને રજિસ્ટ્રેશન કરાવવા છતાં 8-10 દિવસનું વેઇટિંગ હોય છે. એટલું જ નહિ, ઓનલાઇન રજિસ્ટ્રેશનના સ્લોટમાં નંબર લાગે છે, જેમાં કેટલાક કિસ્સામાં પોતાના ઘરેથી 5થી 15 કિલોમીટર દૂર વેક્સિનેશન માટે જવુું પડે છે.
તેની સામે રાજ્યની ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા ચલાવાતા ડ્રાઇવ-થ્રુ વેક્સિનેશનમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કે વેઇટિંગની પળોજળમાં પડ્યાં વિના વ્યકિત ઇચ્છે ત્યારે હોસ્પિટલમાં જઇને વેક્સિન મૂકાવી શકે છે. જેથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની ખાનગી હોસ્પિટલો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કોવિશીલ્ડ અને કોવેક્સિન જેવી કંપનીની વેક્સિન અપાય છે, પણ દરેક શહેરની હોસ્પિટલ દ્વારા વેક્સિનના એક ડોઝના મનફાવે તેટલાં રૂ.850થી 1500 જેટલા અલગ-અલગ ભાવ વસૂલવામાં આવે છે.
વેક્સિનની કંપની એક કિંમત અલગ-અલગ
શહેર | વેક્સિન | કિંમત |
અમદાવાદ | કોવિશીલ્ડ | 850 |
કોવેક્સિન | 1250 | |
ગાંધીનગર | કોવેક્સિન | 1500 |
રાજકોટ | કોવેક્સિન | 1250 |
વડોદરા | કોવિશીલ્ડ | 950 |
સુરત | કોવિશીલ્ડ | 850 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.