તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્સર-કિડની કરતાં પણ મોંઘી સારવાર:ખાનગી હોસ્પિટલમાં દાખલ મ્યુકર માઈકોસિસના દર્દીને SVP-સોલા સિવિલમાંથી ઈન્જેક્શન મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 30 દિવસની સારવારમાં દર્દીને લગભગ 100 ઈન્જેકશન આપવા પડતા હોય છે

શહેરની એસવીપી હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી હવે મ્યુકર માઈકોસિસ બીમારી માટે ઉપયોગી લાઈપોસોમલ એમ્ફોટેરેસિન બી ઈન્જેક્શન મળી શકશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યામાં કોરોના બાદ મ્યુકર માઈકોસિસના દર્દીઓમાં ઓચિંતો વધારો થયો છે. ત્યારે આ બીમારીમાં વપરાતા ઈન્જેક્શનની ભારે અછત ઊભી થઈ છે. મ્યુકર માઈકોસિસના દર્દીઓને લગભગ 30 દિવસ સુધી લાઈપોસોમલના 100 જેટલા ઈન્જેક્શન આપવા પડતા હોય છે.

ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન જ નથી
સિવિલમાં જ મ્યુકર માઈકોસિસના 450થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં આ બીમારીના દર્દીઓ દાખલ છે. લાઈપોસોમલ ઈન્જેક્શનની માર્કેટમાં ભારે અછત છે. સરકારી હોસ્પિટલોમાં પણ ઈન્જેક્શનનો ખૂબ મર્યાદિત સ્ટોક આવી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને માટે તો ઈન્જેક્શન જ ઉપલબ્ધ નથી. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને પણ લાઈપોસોમલ ઈન્જેક્શન મળી શકે તે માટે રાજ્ય સરકારે ગુરૂવારે પોલીસીમાં ફેરફાર કર્યો છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલોને આ ઈન્જેક્શન પુરા પાડવા એસવીપી અને સોલા સિવિલ હોસ્પિટલને નોડલ એજન્સી બનાવી છે. રાજ્યના અન્ય 6 જિલ્લાઓ માટે પણ 6 મેડિકલ કોલેજને નોડલ એજન્સી બનાવી છે.

આ પુરાવા આપવા પડશે

  • દાખલ દર્દીના કેસની વિગત (ડૉક્ટરનું અસર પ્રિસ્ક્રિપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
  • દર્દીના આધારકાર્ડની નકલ
  • મ્યુકર માઈકોસિસના નિદાનની નકલ
  • સારવાર આપતા ડોક્ટરનો ભલામણ પત્ર

મ્યુકરમાઈકોસિસના દર્દીને અંદાજે 12 લાખના ઈન્જેકશન આપવા પડે છે
મ્યુકર માઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બિમારી કરતા પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકર માઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ઈએનટી સર્જન ડૉ. કલ્પેશ પટેલે કહ્યું કે, મ્યુકર માઈકોસિસના દર્દીઓ માટે હાલ લાઈપોઝોમલ ઈન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. દર્દીના વજન પ્રમાણે તેના ડોઝ નક્કી થાય છે. દા:ત (50 કિલો ગ્રામ વજન ધરાવતા દર્દીને રોજે સરેરાશ 6 ડોઝ એટલે કે 300 મિલી ગ્રામ ઈન્જેક્શન આપવું પડે છે) એક ઈન્જેક્શનની કિંમત 7 હજારની આસપાસ થાય છે એટલે કે 6 ઈન્જેક્શન પાછળ કુલ ખર્ચ આશરે 42 હજાર થાય છે. એક દર્દીને 30 દિવસ સુધી સળંગ આ ડોઝ આપવો પડે છે. એટલે અંદાજે એક દર્દીને સારવાર દરમિયાન 90થી 100 ઈન્જેક્શનની જરૂર પડે છે.

અન્ય સમાચારો પણ છે...