સારવાર:ખાનગી ડૉક્ટરોએ સરકારી હોસ્પિટલમાં સેવા આપવી પડશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ખાનગી તજજ્ઞ ડોક્ટરોની સારવાર વિનામૂલ્યે અને તેમના નજીકના સ્થળે મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોમાં ખાનગી ડોક્ટરોની માનદ સેવા લેવાનો નિર્ણય કરાયો છે. મોટા શહેરો ઉપરાંત તમામ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તે વિસ્તારના ખાનગી તજજ્ઞોની માનદ સેવા લેવાશે. આ સિવાય અમદાવાદ સિવિલમાં હવે સવારની સાથે સાંજની ઓપીડી પણ શરૂ કરાશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, અમદાવાદ સિવિલમાં દર્દીઓની સરળતા માટે સવારની સાથે સાંજની ઓપીડી પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે સિવિલમાં માત્ર એક સમયે સવારની ઓપીડી ચાલુ રખાઈ હતી. હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી કોરોનાની કામગીરી હળવી થઇ રહી છે, જેથી સિવિલમાં સાંજની ઓપીડી પણ શરૂ કરાશે. સિવિલમાં હાલ સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી જે ઓપીડી ચાલે છે તે યથાવત્ રહેશે. તે પછી સાંજની ઓપીડી પણ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...