અમદાવાદ:સોસાયટી સેનિટાઈઝ કરવા ખાનગી કંપનીઓ રૂ.50 હજાર સુધી પડાવે છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયરના જવાનો સોસાયટીનું સેનેટાઇઝિંગ કરી રહ્યાં છે. - ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાયરના જવાનો સોસાયટીનું સેનેટાઇઝિંગ કરી રહ્યાં છે. - ફાઇલ તસવીર
  • મ્યુનિ.માં ફોન કરનારાને સ્ટોક નથી કહી, ખાનગી કંપનીનો નંબર આપી દેવાય છે

અમદાવાદઃ કોરોનાના કારણે કેટલીક ખાનગી કંપનીઓ સોસાયટીને સેનિટાઈઝ કરવા રૂ.40 થી 50 હજાર પડાવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. કોર્પોરેશનના કર્મચારીઓ જ સોસાયટીના ચેરમેન - સેક્રેટરીઓને સેનિટાઈઝ કરતી ખાનગી કંપનીના માલિકોનો સંપર્ક કરાવી રહ્યા છે. મ્યુનિ.ના હેલ્થ ખાતા અને ફાયર બ્રિગેડની ટીમોએ અમદાવાદના 130 જેટલા રસ્તા, ઘણી બધી સોસાયટીઓને સેનિટાઈઝ કરી હતી. ત્યારબાદ સોસાયટીના ચેરમેન - સેક્રેટરીઓ તેમની સોસાયટીઓને સેનિટાઈઝ કરાવવા મ્યુનિ.કોર્પોરેશનમાં ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ તેમને કંટ્રોલ રુમમાંથી જવાબ મળે છે કે અત્યારે સેનિટાઈઝરનો જથ્થો નથી. જો તમારી સોસાયટીમાં કોઇને કોરોના હોય તો ઘર સેનિટાઈઝ કરી દઇએ. આખી સોસાયટી માટે શક્ય નથી. 

અન્ય સમાચારો પણ છે...