ગ્રુપ-એના સ્ટુડન્ટસને ધોરણ 12 પછી ગુજરાતમાં જ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો ગુજસેટની પરીક્ષા આપવી પડે. એટલે બોર્ડની એક્ઝામના 60 ટકા માર્ક અને ગુજસેટની એક્ઝામના 40 ટકા માર્ક મળીને મેરિટ તૈયાર થાય અને એ હિસાબે સ્ટુડન્ટને જે-તે-કોલેજમાં એડમિશન મળે. ધોરણ 12 બોર્ડની પરીક્ષા હાલમાં જ પૂરી થઈ છે અને હવે ગુજસેટની પરીક્ષા લેવામાં આવી છે. આજે ગુજસેટની એક્ઝામના પ્રમાણમાં સરળ પેપર નીકળ્યા હતા. આજે ચાર પેપર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના સરળ પેપર હતાં.
પ્રિન્ટીંગ મિસ્ટેક અને રિપિટ ક્વેશ્ચન
ગુજસેટની 18 એપ્રિલે લેવાયેલી પરીક્ષામાં ફિઝિક્સ વિષયમાં સેટ નંબર-2ના પેપરમાં 12 નંબરના પ્રશ્નમાં જે એકમ cm લખેલું છે તેમાં પ્રિન્ટીંગ મિસ્ટેક છે. હકીકતે સી કેપિટલ આવે. એટલે Cm હોવું જોઈએ. કેમેસ્ટ્રીના પેપરમાં એક MCQનો સવાલ 12 સાયન્સમાં પૂછાયો હતો તે જ સવાલ રિપિટ કરવામાં આવ્યો હતો. જો કે, રિપિટ સવાલ પૂછાતાં સ્ટુડન્ટ માટે સરળ બન્યું હતું.
હવે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવશે ત્યારે તેની સાથે જ ગુજસેટનું રિઝલ્ટ આવશે. એટલે એ બંને એક્ઝામના સ્કોર મળીને મેરિટ નક્કી થશે અને એ મુજબ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળશે.
સબ્જેક્ટ એક્સપર્ટ : પુલકિત ઓઝા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.