તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાયડ્સ બાયોટેકમાં PM:વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી એ ઝાયડ્સની વેક્સિન ઝાયકોવ-ડી ડેવલપ કરવાના પ્લાન્ટની જુઓ તસવીરો

અમદાવાદ8 મહિનો પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાયડ્સ બાયોટેકના પ્લાન્ટમાં ઝાયકોવ-ડી વેક્સિનનું પરીક્ષણ નિહાળ્યું હતું. - Divya Bhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાયડ્સ બાયોટેકના પ્લાન્ટમાં ઝાયકોવ-ડી વેક્સિનનું પરીક્ષણ નિહાળ્યું હતું.
  • વડાપ્રધાન મોદીએ ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટમાં ઝાયકોવ-ડી વેક્સિનના પરીક્ષણની માહિતી લીધી
  • વડાપ્રધાને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું
  • ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલે વડાપ્રધાનને આખો પ્લાન્ટ બતાવી કામગીરીની વિગતવાર માહિતી આપી

કોરોનાએ રાજ્યમાં ઊથલો માર્યો છે. દેશમાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે ત્યારે ઝાયડ્સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કા પરીક્ષણ ચાલી રહ્યું છે. એની કામગીરી જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં કંપનીના ચેરમેન પંકજ પટેલે વડાપ્રધાનને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની માહિતી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીને ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલે વેક્સિનના પરીક્ષણથી માહિતગાર કર્યા.
વડાપ્રધાન મોદીને ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલે વેક્સિનના પરીક્ષણથી માહિતગાર કર્યા.

આ પણ વાંચો, ઝાયડસ કેડિલાની રસી વિશે જાણવા નરેન્દ્ર મોદીએ પ્લાન્ટની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીએ PPE કિટમાં પ્લાન્ટની કામગીરી જોઈ
મોદીએ ઝાયડ્સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનના પરીક્ષણની કામગીરીને જોવા માટે પ્લાન્ટમાં જઈને PPE કિટ પહેરી હતી. અહીં તેમની સાથે ઝાયડ્સ કંપનીના પંકજ પટેલે પરીક્ષણ કામગીરીની તમામ માહિતી વડાપ્રધાનને આપી હતી. સવારે પોણાદસ વાગ્યાથી સવા કલાક સુધી પ્લાન્ટમાં રોકાયા હતા. અહીં તેમણે ઝાયકોવિડ વેક્સિનના પરીક્ષણની કામગીરીને જોઈ હતી.

નરેન્દ્ર મોદીએ ચાંગોદરના પ્લાન્ટમાં કોરોના વેક્સિન પરીક્ષણની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ ચાંગોદરના પ્લાન્ટમાં કોરોના વેક્સિન પરીક્ષણની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

પ્લાન્ટ નિરીક્ષણ કરતા નરેન્દ્ર મોદીને પંકજ પટેલે કામગીરી બતાવી
પ્લાન્ટમાં PPE કિટ પહેરીને પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કંપનીના ચેરમેન ઈશારા કરીને કાચ પાછળ થઈ રહેલી કોરોના રસીના પરીક્ષણની તમામ વિગતો આપી રહ્યા હતા. અત્યાધુનિક યંત્રો સાથે થતાં પરીક્ષણની બારીકાઈથી માહિતી આપી હતી અને વડાપ્રધાને જાત નિરીક્ષણ કર્યું હતું. અહીં આવેલાં તમામ બાયોરિએક્ટર અને પરીક્ષણ સેન્ટર ખાતે તેમને રસીનાં પરીક્ષણને લગતી તમામ માહિતી પટેલ આપી રહ્યા હતા. પ્લાન્ટના અલગ-અલગ વિભાગમાં વડાપ્રધાનની સાથે રહીને ઝાયડ્સના ચેરમેને વિગતવાર પરીક્ષણના અનુસંધાને માહિતી આપી હતી.

પ્લાન્ટ નિરીક્ષણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી.
પ્લાન્ટ નિરીક્ષણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી.

વેક્સિનના ફેઝ-2નાં પરિણામોની ચર્ચા કરી
વડાપ્રધાન મોદી ઝાયડ્સની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ-2નાં પરિણામો પર ચર્ચા કરી હતી. ઝાયડ્સની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરૂ થયું હતું અને નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું. મળતી વિગતો મુજબ, વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ-3ની શરૂઆત અંગે પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની પણ વાત કરી હતી.

ઝાયડ્સ DNA આધારિત રસી પર કામ કરી રહી છે, એનું નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું.
ઝાયડ્સ DNA આધારિત રસી પર કામ કરી રહી છે, એનું નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું.

ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીનું સોશિયલ મીડિયામાં પોસ્ટ
ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, ઝાયડ્સ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે.

પ્લાન્ટમાં જોવા મળેલી સંભવિત વેક્સિનની તસવીર.
પ્લાન્ટમાં જોવા મળેલી સંભવિત વેક્સિનની તસવીર.

ઝાયડ્સ 10 કરોડ ડોઝ બનાવવા પ્લાન્ટ બનાવી રહી છે
ઝાયડ્સ કોરોનાની વેક્સિન વિકસાવવાની સાથે સાથે તેનું ઉત્પાદન પણ શરૂ કરવા પર કામ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કંપની તેના એક પ્લાન્ટમાં જ 10 કરોડ ડોઝ બની શકે તેવો પ્લાન્ટ પણ બનાવી રહી છે. કોરોના વેક્સિનનું પ્રોડક્શન થશે, જે માટે ઝાયડ્સ બાયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીં ઝાયકોવ-ડી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. ઝાયડ્સ બાયોટેક પાર્કના પ્લાન્ટમાં વેક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે. દેશમાં કોરોના વાઇરસના હાહાકારની વચ્ચે વેક્સિનની તૈયારીઓને કારણે હાશકારો પણ છે. આ પ્લાન્ટ પર કોરોના વેક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે. વેક્સિનની ટ્રાયલના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ અહીં યુદ્ધના ધોરણે કોરોનાની રસીનું ઉત્પાદન કરવામાં આવે તેવી કંપની દ્વારા તૈયારીઓ કરાઈ છે.