તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM સાથે સંવાદ:ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ સાધ્યો, ઈલાવેનિલ અને માના પટેલ જોડાયા

અમદાવાદ10 દિવસ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બે દીકરીઓ સાથે સંવાદ સાધ્યો
  • ઓલમ્પિક્સની વિવિધ રમતોમાંથી 15 ખેલાડીઓ સાથે વડાપ્રધાને વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો
  • ટોક્યો ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં ગુજરાતની પણ 6 દીકરીઓ પસંદગી પામી છે

જાપાનના ટોક્યો શહેરમાં 23મી જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ઓલમ્પિક્સનું આયોજન થનાર છે. દેશના 100થી વધુ એથલિટ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. ટોક્યો ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં ગુજરાતની પણ 6 દીકરીઓ પસંદગી પામી છે. જેઓ રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ ટોક્યો ઓલમ્પિક્સમાં કરશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં પસંદગી પામેલ ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ઓલમ્પિક્સની વિવિધ રમતોમાંથી 15 ખેલાડીઓ સાથે વડાપ્રધાને વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંવાદમાં ગુજરાતની દીકરીઓ ઈલાવેનિલ વેલારિવન અને માના પટેલ પણ જોડાઇ હતી.

ઈલાવેનિલને શુટિંગને કારકિર્દી બનાવી
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની શુટિંગ સ્પર્ધા સાથે જોડાયેલી ઈલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ સાધ્યો હતો. વડપ્રધાન સાથેના સંવાદમાં એલાએ કહ્યું કે, બાળપણથી જ વિવિધ રમતોમાં તેની રૂચિ હતી પરંતુ શુંટિગ સાથે વધારે લાગણીઓ જોડાઇ અને રસ વધતા તેણે શુટિંગમાં જ પોતાની કારકિર્દી બનાવવાનો નિશ્ચય કર્યો.

નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં પસંદગી પામેલ ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો
નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં પસંદગી પામેલ ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો

ઈલાવેનિલ ખોખરા સ્પોર્ટ્સ એકેડમીમાં પ્રેક્ટિસ કરતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને મણિનગર વિધાનસભાના ધારાસભ્ય હતા ત્યારે ખોખરામાં સ્પોર્ટસ એકેડમી શરૂ કરી હતી. તે સમયગાળામાં એલા પ્રેક્ટિસ માટે ત્યાં આવતી હતી તે સંસ્મરણો વડાપ્રધાને વાગોડ્યા હતા.

સંસ્કારધામથી ઈલાવેનિલના માતા-પિતા જોડાયા
સંસ્કારધામમાં શુટિંગ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. ઈલાવેનિલએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતા , ગુજરાત કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટીના મળેલ સહકારને આપ્યો હતો. અમદાવાદ શહેરના સંસ્કારધામની સ્પોર્ટસ એકેડમીથી એલાના માતા-પિતા જોડાયા હતા.

ઈલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ સાધ્યો
ઈલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ સાધ્યો

માના પટેલ બેંગલોરથી સંવાદમાં જોડાઈ
અમદાવાદ શહેરની સ્વીમર માના પટેલ બેંગલોર ખાતેથી વડાપ્રધાન સાથેના સંવાદમાં જોડાઇ હતી. વડાપ્રધાનના શબ્દોએ તમામ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહેલા તમામ ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

માના પટેલ બેંગલોર ખાતેથી વડાપ્રધાન સાથેના સંવાદમાં જોડાઇ
માના પટેલ બેંગલોર ખાતેથી વડાપ્રધાન સાથેના સંવાદમાં જોડાઇ

સ્પોર્ટ્સમાં નારી શક્તિનો ડંકો
ગુજરાતની 6 દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ 6 વિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલિમ્પિકમાં સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.