ડિજિટલ સુવિધા:વડાપ્રધાન મોદી બુધવારે દેશના સૌથી મોટા સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યની 20 હજાર સ્કૂલને તમામ ડિજિટલ સુવિધાથી સજ્જ કરાશે

અડાલજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 10 હજાર કરોડથી વધુના રોકાણ સાથે તૈયાર કરાયેલી મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે. અડાલજના દાદાનગર કન્વેન્શન સેન્ટરમાં દેશના સૌથી મોટા સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ શરૂ કરાવાશે.

મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સની શરૂઆતની સાથે 5567 કરોડથી વધુની કિંમતના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે. આ મિશન હેઠળ 15 હજાર સરકારી પ્રાથમિક સ્કૂલ અને 5 હજાર સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને સર્વગ્રાહી વિકસિત કરવામાં આવશે. આ સ્કૂલ્સને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ વિશ્વ સ્તરીય ભૌતિક અને ડિજિટલ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આગામી 4થી 5 વર્ષમાં આ સ્કૂલો 50 હજાર ક્લાસરૂમ, 1.5 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ, 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર સ્ટેમ લેબથી સજ્જ હશે. આંગણવાડીઓ અને બાલવાટિકાઓને પણ આ સ્કૂલો સાથે જોડાશે. રાજ્યની 20 હજાર સ્કૂલની મેનેજમેન્ટ કમિટીના સભ્યો, શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...