તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકનોલોજી:પૂજારીઓ થયા હાઈટેક, એક જ મુહૂર્તમાં 25 યજમાનોને સાથે ઓનલાઈન પૂજા કરાવે છે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીરમાં પંડિતજી ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી એક સાથે 25 યજમાનોને ધનતેરસનું પૂજન કરાવતા નજરે ચડે છે. - Divya Bhaskar
તસવીરમાં પંડિતજી ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી એક સાથે 25 યજમાનોને ધનતેરસનું પૂજન કરાવતા નજરે ચડે છે.
 • લોકોએ ટેક્નોલોજીની મદદથી સોશિયલ ડિસ્ટન્સ સાથે મંત્રોચ્ચાર કરીને પૂજા કરી

સિટી રિપોર્ટર, અમદાવાદ: એક સમય હતો જ્યારે વાર-તહેવારમાં ઘરે પૂજા કરાવવા માટે પંડિત ઘરે આવતા અને વિધિવત પૂજા કરાવતા. પરંતુ હવે કોરોનાના કારણે લોકો ટેક્નોલોજીની મદદથી ઓનલાઇન પૂજા કરાવી રહ્યા છે.

શાસ્ત્રી મિતેશ દવેએ જણાવ્યું કે દરવર્ષે અમે યજમાનોના ઘર કે વ્યવસાયના સ્થળે જઈને પૂજા કરાવતા હોઇએ છીએ. જ્યારે આ વર્ષે કોરોનાના કારણે જૂના અમદાવાદની પોળોમાં તથા દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અઘરું છે તેથી આ વર્ષે અમે એક સાથે ટેકનોલોજીની મદદથી એક જ સમયે 25 જેટલા યજમાનોને એક સાથે જોડીને ઓનલાઇન પૂજા કરાવવાનું આયોજન કર્યું છે.

ઓનલાઇન પૂજામાં જોડાયેલા મિતેશ રાવલે જણાવ્યું કે અમે ચાર પેઢીથી દરવર્ષે દિવાળીમાં પૂજાનું આયોજન કરતા હતાં જેમાં અમારા કુટુંબના 50 જેટલા સભ્યો ભેગા થઈને પૂજા કરે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઓનલાઇન પૂજા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો