કઠોળના ભાવમાં વધારો:તુવેર, અડદ, મસૂર અને મગની દાળના ભાવમાં કિલોએ રૂ.35 સુધીનો વધારો થયો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના આસમાને પહોંચેલા ભાવ ઉતર્યા નથી ત્યાં કઠોળ મોંઘું

શાકભાજી પછી કઠોળમાં પ્રતિ કિલોએ રૂ.15થી 20નો વધારો થઈ ગયો છે. હાલ કાલુપુર ચોખા બજારમાં હોલસેલ દાળોના પ્રતિ કિલો ભાવમાં ઉછાળો આવ્યો છે. મગના પ્રતિ કિલો રૂ.90 છે જે અગાઉ રૂ.77 હતા. હોલસેલમાં ચોળા પણ કિલોએ રૂ.80 થઈ ગયા છે. પરંતુ છૂટક બજારમાં તેનો ભાવ કિલોએ રૂ.110 સુધી પહોંચી ગયો છે. મસૂરની દાળ અગાઉ 80 કિલો મળતી હતી જે વધીને છૂટકમાં 115 સુધી પહોંચી ગઈ છે.

કાળા અડદના જથ્થાબંધ ભાવમાં પણ રૂ. 4નો વધારો થયો છે. જે પહેલાં 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.કઠોળના ભાવ વધતાં દાળના ભાવમાં પણ વધારો થયો છે. તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા અને અડદની દાળમાં 6 રૂપિયા વધ્યા છે.

હોલસેલ-છૂટક ભાવમાં રૂ.35 સુધી અંતર

દાળહોલસેલછૂટક
ભાવભાવ
તુવેર દાળ98127
અડદ95130
મગ ફોતરાવાળી92119
મગ90122
ચોળા80110
મસૂર80114
કાબુલી ચણા96120

હાલ કિલો તુવેરની દાળ 98 રૂપિયે અને અડદની દાળ 95 રૂપિયે કિલો હોલસેલ બજારમાં મળી રહી છે. પરંતુ છૂટક બજારમાં તુવેર દાળના કિલોના ભાવ રૂ.127 જ્યારે અડદના 130 રૂપિયા બોલાય છે. કઠોળના ભાવમાં થયેલા વધારાના કારણે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે.

​​​​​​​ટેકાના ભાવ વધતા કઠોળ મોંઘું
એમએસપીમાં રૂ.300 સુધી વધારો થતાં હોલસેલ બજારમાં તેની અસર પડી છે. જેના કારણે દરેક દાળના ભાવમાં કિલોએ રૂ.10થી 35 સુધીનો વધારો થયો છે. > વિપુલ શાહ, વેપારી કાલુપુર ચોખા બજાર

અન્ય સમાચારો પણ છે...