શાકભાજીમાં ભાવવધારો:ભારે વરસાદથી આવક 50% ઘટતાં ગવાર, ભીંડા, ટીંડોળાના ભાવ 80થી 100 સુધી પહોંચ્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિલો કોથમીરના 200 બોલાયા - Divya Bhaskar
કિલો કોથમીરના 200 બોલાયા
  • જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચે મોટો તફાવત, લીલાં મરચાંના ભાવ બમણા

તાજેતરમાં પડેલા મૂશળધાર વરસાદને લીધે શાકભાજી મોંઘા થયા છે. સપ્તાહ સુધી અવિરત વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભો પાક નાશ પામ્યો છે. વરસાદને લીધે શાકભાજીની આવક અડધી થઇ જતાં ભાવ બમણાં થઇ ગયા છે. જેને કારણે ભીંડા, ગુવાર, ગવાર, કાકડી, ટીંડોળા સહિતના શાકભાજીના ભાવ પ્રતિકિલો રૂ. 80થી 100એ પહોંચી ગયા છે. જ્યારે ચોળી તો બજારમાંથી ગાયબ જ થઇ ગઇ છે.

રાજ્યમાં પડેલા અવિરત વરસાદના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેની સીધી અસર ભાવ પર પડી છે. દરેક લીલા શાકભાજી અત્યારે રૂ. 100ને આંબી ગયા છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતા ડુંગળી અને બટાકાના ભાવ પણ રૂ. 30 કિલો થઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં રૂ. 70થી 80 ચાલી રહ્યા છે. જ્યારે લીલા મરચાંથી માડીને સિમલા મરચાના ભાવ પણ બમણાં થઇ ગયા છે. આગામી થોડા દિવસ સુધી શાકભાજીના ભાવવધારાનો માર લોકોએ સહન કરવો પડશે.

શાકભાજીછૂટકહોલસેલ
ભીંડા10065
ટીંડોળા11070
ગવાર12080
કંકોડા200120
મેથી14080
પરવર11060
રવૈયા9545
ચોળી200110
કારેલા10055
કોથમીર20095

માગ જેટલો પુરવઠો નથી
વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની સાથે પાણી ભરાઇ ગયા છે. શહેરમાં આ‌વતા ભીંડા, ટીંડોળા, ગવાર, કોથમીર સહિતના શાકભાજીની આવકમાં 30થી 50 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. લીંબુના ભાવમાં પણ ફરી વધારો થયો છે. - દીપક પટેલ, સેક્રેટરી, એપીએમસી અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...