વધુ એક ફરિયાદ:લાંચ લેતા પકડાયેલા PI કુરેશીના માણસોનું ફરિયાદ પાછી ખેંચવા દબાણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરત્રાસ અંકુશ વિભાગ (સીએનસીડી)ના પોલીસ ઈન્સ્પેક્ટર એફ.એમ.કુરેશી ગાયો નહીં પકડવા અને દિવાળીના બોનસ પેટે 10 હજારની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા હતા. તેની વિરૂદ્ધ બુધવારે વધુ એક ફરિયાદ થઈ છે જેમાં આરોપીના માણસો ફરિયાદીને ધમકાવી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ઢોર પાર્ટીના સ્ટાફ દ્વારા ફરિયાદીની સવાર-સાંજ રેકી કરવામાં આવી રહી છે અને ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે. ઢોર પાર્ટીનો સ્ટાફ ઘર આંગણે રહેલ ગાયોને પકડી જવા ધમકી આપી રહ્યાં છે. સ્ટાફના લોકો ફારૂક કુરેશી સામેની ફરિયાદની જુબાની ફેરવી તોળવા દબાણ કરી રહ્યાં છે. ધમકાવવા માટે આવેલા ઢોર પાર્ટીના સ્ટાફ અને વહીવટદારોના નામ સાથે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાત દિવસ પહેલા એસીબીએ લાંચના છટકાનું આયોજન કરી પીઆઈ એફ. એમ. કુરેશી સાથે ફરિયાદીએ હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા 10000/-ની લાંચ લેતાં એરપોર્ટ સર્કલ પાસે હોટલની છત પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...