યશવંતસિંહાનો આરોપ:રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે કહ્યું- દેશમાં અઘોષિત કટોકટી, ગુજરાતમાં વારંવાર કલમ 144 લાગૂ

3 મહિનો પહેલા

રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહાએ આજે કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, દેશમાં અઘોષિત કટોકટી છે. એટલું જ નહીં ગુજરાતમાં વારંવાર ધારા 144 લગાવવી પડે છે તેના માટે નારાજગી વ્યક્ત કરી હતી. જર્મનીએ ભારતમાં વાણી સ્વતંત્રતા ન હોવા કરેલા આક્ષેપને સમર્થન કર્યું હતું. સાથે પોતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દેશભરમાં ફરીને આ વાત દોહરાવી રહ્યા છે.

યશવંતસિંહા ગુજરાત મુલાકાતે હતા
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ પદે ભાજપ તરફથી દ્રૌપદી મુર્મુને ઉમેદવાર તરીકે જાહેર કરાયાં છે. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી છે. ત્યારે તેઓ આજે શુક્રવારે યશવંતસિંહા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ખાસ મળવા માટે આવ્યા હતા.

યશવંતસિંહા સાથે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા હાજર રહ્યા
યશવંતસિંહા સાથે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા હાજર રહ્યા

ગુજરાતની મુલાકાતની વાતો વાગોળી
યશંવતસિંહાએ જણાવ્યું હતું કે, આજે મને ખુશી છે કે મારા અભિયાન અંતર્ગત મને ગાંધી-સરદારની ભૂમિ પર આવવાનો અવસર મળ્યો છે. પહેલાં હું ગુજરાત બહુ આવતો હતો. કેટલાય સંગઠનો હતા, જે મને બોલાવતા હતા. મને આર્થિક વિષયની જાણકારી હતી તેને લઈને મિટિંગ વગેરે થતું. ધીમેધીમે એ સિલસિલો ખતમ થયો. એ સાથે ગુજરાત આવવાનો સિલસિલો ખતમ થયો હતો. શું કારણ હતું એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. પરંતુ આજે કોંગ્રેસના મિત્રોએ આયોજન કર્યું અને બધા સાંસદો અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી. તેમણે વિશ્વાસ આપ્યો પોતાનું સમર્થનનું અને તમારી સાથે મુલાકાત થઈ રહી છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી અસાધારણ સ્થિતિમાં યોજાય છે
હું એક વાત જણાવવા માંગુ છું કે, આ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે, એ બહુ અસાધારણ સ્થિતિમાં થઈ રહ્યું છે. દેશમાં એક અઘોષિત કટોકટી (આપાતકાલ) લાગૂ છે. જે રીતે પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે અને તેમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેથી જાહેર છે કે વાણી સ્વાતંત્ર્ય આપણા સંવિધાને આપ્યું છે, તેને સમાપ્ત કરવાનો એક મજબૂત પ્રયાસ થઈ રહ્યો છે.

ગુજરાતમાં કલમ 144 મુદ્દે તેમણે સવાલ કર્યા
ગુજરાતમાં કલમ 144 મુદ્દે તેમણે સવાલ કર્યા

જર્મનીના આરોપને સમર્થન
જર્મની જેવા દેશ જે એક પ્રજાસત્તાક દેશ છે, તેણે ઊંડી ચિંતા એ વાતની વ્યક્ત કરી છે કે ભારતમાં વાણી સ્વતંત્રતા આજે નથી. તેને સમાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી તેનો ડિનાયલ આવ્યું છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે એ સાચું છે. ભલે ભારત સરકાર કેટલુંએ ડિનાઈલ ઈશ્યૂ કરે. ગુજરાતમાં વિશેષ સમયે. હું તો સાંભળીને અચંબિત છું કે અહીં આટલાં વર્ષોથી સતત 144 ધારા લગાવવામાં આવી રહી છે. હું અહીં 2019માં આવ્યો હતો, ગુજરાતથી પસાર થઈ રહ્યો હતો. એ પ્રવાસ દરમિયાન મેં આંદોલન શરૂ કર્યું હતું. કાયદા વિરુદ્ધ. એ સમયે તમારી સાથે મુલાકાત પણ થઈ હતી. એ સમયે મને કહેવામાં આવ્યું કે ધારા 144 લગાવવામાં આવી છે, આજે પણ ધારા 144 લગાવવામાં આવી છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં.

ગુજરાતમાં વારંવાર 144 લાગૂ થતાં નારાજગી
ગુજરાતમાં કયો ખતરો છે. અહીં સામાજીક કારણો માટે પરવાનગી લેવી પડે છે. લગ્ન-વિવાહ માટે પરવાનગી લેવી પડે છે. કેમ કે ધારા 144નું ઉલ્લંઘન ન થાય. કદાચ કટોકટીમાં પણ આવી સ્થિતિ ન હતી. જે આજે ગુજરાતમાં જોવા મળી રહી છે. કટોકટી સિવાય એક અન્ય વાત જોડવા માગું છું કેતેને સાંપ્રદાયિક રીતે વિભાજિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આપણે સૌએ સતર્ક રહેવું પડશે, આપણું સૌનું કર્તવ્ય બને છે કે પ્રયાસ કરીએ કે સમાજને સાંપ્રદાયિક રીતે વિભાજિત નહીં થવા દઈએ. કેમ કે, આવું થયું તો બધુ નાશ પામશે.

સંવિધાન ખતમ કરવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ
હું તમને યાદ અપાવવા માગું છે કે 1946-47માં સંવિધાન સભા બેઠી હતી દિલ્હીમાં. ત્યારે કેટલાક લોકો ગયા હતા.દેશ બહુ અશાંત હતો, ચારેય તરફ સાંપ્રદાયિક તોફાન(દંગે) થયા. બહુ લોકો ત્યાં અહીં આવ્યાં અને અહીં કેટલાક ત્યાં ગયા. આટલી ભયાનક અશાંતિ બહુ ઓછી જોવા મળી છે. આમ છતાં આપણા સંવિધાનના નિર્માતાઓએ અમને એવું સંવિધાન આપ્યું. જેના પર અમને આજે પણ ગર્વ છે. આ સંવિધાન ધર્મનિરપેક્ષતાથી સંપન્ન હતું, પ્રજાતાંત્રિક હતું. આજે તે સંવિધાન અને તેના મૂલ્યો સાથે વગર કટોકટીની જાહેરાત કર્યા વગર એ સંવિધાનને ધીમેધીમે સમાપ્ત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે માહિતી આપી
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે માહિતી આપી

અડવાણી-અટલજી ઈમર્જન્સી સામે લડ્યા
જેટલી પ્રજાતંત્રની સંસ્થાઓ છે, જેમાં મીડિયા પણ છે, તેનું અવમૂલ્યન થયું છે અને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે તેમ નહીં થવા દઈએ. અહીંથી અડવાણી ચૂંટાઈને જતા હતા, અટલજી પણ એકવાર ચૂંટાઈને ગયા હતા. તેઓ બંને જેલ ગયા હતાને? ઈમર્જન્સીમાં. ઈમર્જન્સી વિરૂધ્ધ લડ્યા હતા, તેમની જ પાર્ટીએ આજે ઈમર્જન્સી લગાવી છે. આર્ની છે, વિડંબના છે. પરંતુ અમે એવું નહીં થવા દઈએ.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી મોટી લડાઈમાં પરિવર્તિત થઈ
એટલા માટે આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે, તે એ મોટી લડાઈમાં પરિવર્તિત થઈ છે. એ પદ માટે લડાઈ નથી કે કોણ જઈને બેસશે રાષ્ટ્રપતિ ભવન. એટલા માટે છે કે તે પોતાના મૌલિક અધિકારો એટલે કે સંવિધાનને બચાવવાનો પ્રયાસ કરશે કે નહીં. જો રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ બેસશે તો જાહેર છે કે નહીં થાય. હું યાદ અપાવવા માગીશ કે એ બિલકુલ મહત્વ નથી રાખતું કે મેં કઈ જાત અને સંપ્રદાયથી આવું છું. મારી સામે ઉમેદવાર છે એ કયા સંપ્રદાયથી છે કે કઈ જાતિમાંથી આવે છે. એ જરાય મહત્વનું નથી. પરંતુ એ મહત્વનું છે કે કઈ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. હું કઈ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. અને લડાઈ બે વિચારધારા વચ્ચે છે.

અમદાવાદમાં યશવંતસિંહાએ મીડિયા સાથે વાતચીત કરી
અમદાવાદમાં યશવંતસિંહાએ મીડિયા સાથે વાતચીત કરી

વિવેકથી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત આપે
દેશની જનતા આમાં વોટ નથી નાખતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટ્રોલ કોલેજ બનેલો છે જેમાં MLA અને MPs હોય છે. તેઓ વોટ નાખશે. તેમના ક્ષેત્રના જનમાનસને પૂરી રીતે ઈગ્નોર કરીને ન ચાલી શકે. તેમ જાણો છો કે આ ચૂંટણીમાં વોટ નથી હોતું. આપણા સંવિધાન નિર્માતાઓએ આ વ્યવસ્થા કરી છે. સિક્રેટ બેલેટ હશે પણ વોટ નહીં હોય. એટલા માટે એમણે આ વાતનો ઉલ્લેખ કર્યો કે આમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના વિવેકનો ઉપયોગ કરે અને વિવેકનો ઉપયોગ કરીને પોતાના વોટ કરે. હું જેટલાં વોટર્સ છે, સંવિધાનની સ્પિરિટ, આત્માને ધ્યાને લઈને પોતાના વિવેકથી આ ચૂંટણીમાં પોતાના મતનો પ્રયોગ કરે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરશે
ક્યાંક કહેવાય છે કોન્સિયસ વોટ અંગ્રેજીમાં. આપણા સંવિધાનમાં એક પ્રાવધાન છે. જો તેમ ન હોત તો કહી દેતને ઈલેક્શન કમિશન ને કે રિકેનાઈઝ પોલિટિકલ પાર્ટીને કે તેમના નેતાઓ સાથે વાત કરી લીધી અને નક્કી થઈ જાત કે તેઓ કોના પક્ષમાં છે. પછી ચૂંટાયેલા લોકોના વોટની શું જરૂર છે. એટલા માટે મિત્રો આજે જે લડાઈ છે તે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીથી બહુ મોટી લડાઈ છે. હું દેશભરમાં ફરીને વારંવાર કહી રહ્યો છું, તો એટલા માટે વારંવાર કહી રહ્યો છું કે આ લડાઈ એક રીતે આવનાર દિવસોમાં દેશનું ભવિષ્ય નક્કી કરશે. રાષ્ટ્રપતિ પાંચ વર્ષ માટે ચૂંટાય છે, પાંચ વર્ષમાં ઘણુંબધું બદલી શકાય છે. હું જરાય એ વાતની વકીલાત નથી કરતો કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચે એક ટકરાવની સ્થિતિ બને. પરંતુ માત્ર એ વાતની વકીલાત કરું છું કે રાષ્ટ્રપતિ પોતાના સંવૈધાનિક અધિકારોનો ઉપયોગ કરે અને એ સુનિશ્ચિત કરે કે સરકાર અમારી સંવિધાન મુજબ કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...