હાઇકોર્ટનો આદેશ:પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ 6 માસ સુધી સાચવી રાખો, ઓડિયો પણ રેકોર્ડ કરો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલીતાણા પોલીસ સ્ટેશનમાં યુવકને મારનાર અધિકારીને ઓળખી કાઢવા આદેશ

પાલીતાણામાં યુવક- યુવતી લગ્ન કરે તે પહેલા જ પોલીસ દ્વારા યુવકને કસ્ટડીમાં લઇ લેતા હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરાઇ હતી. પોલીસે યુવકને અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં ખૂબ માર માર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો હતો.

કોર્ટે એવી ટકોર કરી હતી કે, સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અનુસાર સીસીટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ રાખવા આદેશ કર્યો છે. પોલીસે એવી દલીલ કરી હતી કે, 30 દિવસના ફૂટેજ સાચવી રાખવામાં આવે છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે 6 મહિના સુધી ફૂટેજ સાચવી રાખવા જોઇએ. હાઇકોર્ટે જીલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશનમાં માર મારનાર અધિકારીને ઓળખીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

પાલીતાણામાં યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં અલગ ધર્મના હોવાથી ભાગી ગયા હતા. તેમણે મેરેજ રજિસ્ટ્રાર પાસે લગ્નની નોંધણી કરાવી હતી. 30 દિવસ બાદ નોટિસ કાઢવામાં આવી તે પહેલા પોલીસ યુવક-યુવતીને લઇને જતી રહી હતી અને યુવકને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...