• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Presentation To PM Of Private School Teachers In Corona On Pay Cuts; Argument Of Having Even Half The Salary Of Peons Of Government Schools

માગણી:કોરોનામાં પગાર કપાતાં ખાનગી સ્કૂલના શિક્ષકોની PMને રજૂઆત; સરકારી સ્કૂલોના પ્યૂન કરતાં પણ અડધો પગાર હોવાની દલીલ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શિક્ષકોના સંગઠને છૂટા કરવામાં આવેલાને પાછા લેવાની માગણી મૂકી

ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘે કોરોના દરમિયાન શિક્ષકો પાસેથી કામ લીધું હોવા છતાં સ્કૂલોએ પગાર પર કાપ મુકાયો હોવાની રજૂઆત વડાપ્રધાનને કરી છે. શિક્ષકોએ જણાવ્યું કે, ખાનગી સ્કૂલના શિક્ષકોનો પગાર સરકારી સ્કૂલના પ્યૂન કરતાં પણ અડધો હોવા છતાં પણ સ્કૂલ સંચાલકોએ શિક્ષકોને છૂટા કર્યા છે અને ઘણાંના પગાર કાપી લીધા છે. સ્થાનિક કક્ષાએ દરેક સ્તરે રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાતા આખરે વડાપ્રધાનને આ મુદ્દે દખલગીરી કરવા અપીલ કરાઇ છે.

શિક્ષકોએ વડાપ્રધાનને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખાનગી સ્કૂલોના શિક્ષકોની મુશ્કેલીઓને ધ્યાને લઇને શિક્ષકોએ સંગઠન બનાવ્યું છે. તેમની માગ છે કે કોરોના દરમિયાન છૂટા કરેલા શિક્ષકોને નોકરી પર પરત લેવાય, તેમજ બાકી પગાર પણ ચૂકવવામાં આવે. આ ઉપરાંત ઘણાં શિક્ષકોનો 20 ટકા, 30 ટકા, 50 ટકા પગાર જ ચૂકવવામાં આવ્યો છે.

ખાનગી શિક્ષકોને તેમના હક મળવા જોઇએ
શિક્ષકોએ માગ કરી છે કે, સ્કૂલો દ્વારા ચૂકવાતો પગાર સરકાર હસ્તક હોવો જોઇએ. સ્કૂલોમાં શિક્ષણકાર્યનો સમય નક્કી હોવો જોઇએ. સ્કૂલોમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી સમયે સગાવાદ ન હોવો જોઈએ. કોઇ સ્કૂલ શિક્ષકને છૂટા કરે તો 3 મહિનાનો નોટિસ પિરિયડ આપે.

અન્ય સમાચારો પણ છે...