તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:આરોપીના સરઘસ મુદ્દે માનવ અધિકાર પંચ સમક્ષ રજૂઆત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 બોટલ દારૂના કેસમાં આરોપી સંજય દુબેને દોરડું બાંધી વરઘોડો કાઢનાર સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 5 પોલીસ કર્મીઓ વિરુદ્ધ આરોપીની કાકીએ નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં ફરિયાદ કરી છે.

આરોપી સંજય દુબેની કાકી આશાબેને એડવોકેટ અયાઝ શેખે રજૂઆત કરી છે કે, આરોપી સંજય દુબેને મારામારીના કેસમાં પોલીસ સામે ડર અને ભય હોવાથી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. સોલા પોલીસે 10 સપ્ટેમ્બરે સંજયને દોરડું બાંધી માર મારી 9 જીપ સાથે જાહેર રોડ પર વરઘોડો કાઢ્યો હતો, જેનો વીડિયો વહેતો થયો છે. પોલીસે કાયદાના દિશા સુચનાઓનો ભંગ કર્યો હતો. 200થી 300 માણસના ટોળાં જાહેર રોડ ઉપર ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ અને સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ તેમ જ સરકારની ગાઈડલાઈન અને એપેડેમિક એકટનો ભંગ કર્યો છે અને સામાન્ય માણસની જિંદગી જોખમમાં મૂકી ૩ સોસાયટી માઇક્ર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હોવા છતાં આરોપી સંજય દુબેનો વરઘોડો કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...