બોર્ડે પેપર સ્ટાઈલ જાહેર કરી:ધોરણ 10-12ની વિષય મુજબ પેપરની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી, બોર્ડની સાઈટ પર વિભાગ દીઠ માર્ક પણ દર્શાવાયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટેનું પરિરૂપ જાહેર કર્યું છે. બોર્ડે પોતાની વેબસાઇટ પર વિષયદીઠ પેપરની સ્ટાઇલ અને ગુણભાર સાથેનું પરિરૂપ રજૂ કર્યું છે. તૈયાર કરેલા પરિરૂપ પ્રમાણે વર્ષ 2021-22ની બોર્ડની પરીક્ષા લેવાશે. બોર્ડે પરિરૂપની સાથે જ વિષયોના કોડ પણ શિક્ષકો અને અધિકારીઓ માટે જાહેર કર્યા છે.

જાહેર કરેલા પરિરૂપ પ્રમાણે વિદ્યાર્થીઓને પેપરમાં હેતુલક્ષી પ્રશ્નો, અતિ ટૂંકા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો વગેરેનો સમાવેશ થશે. આ ઉપરાંત પરિરૂપમાં ભાષાના પેપરમાં કાવ્ય અને પાઠનો કેટલો ગુણભાર રહેશે તેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. તજજ્ઞોના મતે, વિદ્યાર્થીઓ બ્લ્યુ પ્રિન્ટને આધારે પરીક્ષાની તૈયારી કરે તો ઓછી મહેનતે વધારે ગુણ મેળવી શકે છે. કારણ કે વિદ્યાર્થીને ખ્યાલ રહેશે કે ક્યાં વિભાગમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી તમામ પેપરનું પરિરૂપ જોઇ શકશે.

શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બોર્ડે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટ મુજબ તૈયારી થાય તો વિશેષ મુશ્કેલી નડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...