માંગણી:ગુજરાતમાં વાઈનશોપ શરૂ કરવાની તૈયારી, દારૂની પરમીટ ધારકો અને હોટેલોએ સરકારને રજૂઆત કરી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક અધિકારી પાસેથી અભિપ્રાય મંગાવતું પ્રોહીબીસન વિભાગ હેલ્થ પ્રોબ્લેમના કારણે દારૂની પરમીટ લેનારા ધારકોએ દારૂનું વેચાણ શરૂ કરાવવાની માંગણી કરી

ગુજરાતમાં પરમીટવાળી વાઈન શોપમાંથી દારૂનું વેચાણ શરૂ કરવા માટેની પણ કવાયત પ્રોહિબિસન વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે .જેમાં જે તે શહેરના કલેકટર અને કમિશનર પાસેથી આ અંગેની માહિતી અને અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં લોકડાઉનના કારણે દારૂની પરમીટ ધારકો અને પરમીટ ધરાવતી હોટલોએ પણ સરકારમાં રજુઆત કરી પરમીટના દારૂનું વેચાણ શરૂ કરવાની માંગણી કરી હતી.
વાઇનશોપ બંધ હોવાથી હોટલને મોટું નુકસાન 
ગુજરાતમાં સરકાર દ્વારા લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. ત્યારે હેલ્થ પરમિટવાળા ગ્રાહકો માટે હોટલોમાં વાઇન શોપ ખોલવામાં આવી છે. પરંતુ લોકડાઉન લાગુ થયું ત્યારથી વાઇનશોપ બંધ હોવાથી હોટલને નુકસાન ની સાથે પરમીટ ધારકો પણ શરૂ કરવા માંગ કરી રહ્યા છે, વિદેશી દારૂની હેલ્થ પરમીટ ધરાવતાં વ્યકિતઓને વિદેશી દારૂ બિયરની આદતની સાથે હેલ્થ માટે દારૂની પરમીટ આપવામાં આવી હોવાથી આ લોકોની પણ હેલ્થનું ધ્યાન રાખી શરૂ કરવી જરૂરી છે.
દારૂ ન મળવાથી ધારકોને ઉંઘ ન આવવી સહિતની સમસ્યાઓ શરૂ થઇ
છેલ્લા બે માસથી વાઇન શોપ બંધ હોવાના કારણે વિદેશી દારૂ ન મળવાના કારણે તેઓના આરોગ્ય ઉપર અસર પડી રહી છે. હેલ્થ પરમીટ ધારકોને ઉંઘ ન આવવી સહિતની સમસ્યાઓ થઇ છે અને હેલ્થ પરમીટ ધારકો વાઇન શોપ શરૂ થશે તેની પૃચ્છા કરી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે વાઇન શોપ શરૂ કરવાના મુદ્દે પ્રોહિબીશન અને એકસાઇઝના વડા વિવિધ જિલ્લા કલેકટર અને કમિશનર પાસેથી માર્ગદર્શન માંગી રહ્યા છે.  વાઇન શોપના સંચાલકો દ્વારા પોતાની શોપ શરૂ કરવા માટે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર ને એવો પણ એક ડર છે કે, છેલ્લા બે માસથી વાઇન શોપ બંધ હોય શરૂ થયા બાદ પણ અફડાતફડી મચી જશે.

અન્ય સમાચારો પણ છે...