ઓનલાઈન શિક્ષણથી આઝાદી મળશે!:ગુજરાતમાં 15મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ શકે

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. - Divya Bhaskar
રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે.
  • 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરાશે
  • શિક્ષણમંત્રી સ્કૂલો ખોલવાના પક્ષમાં, સરકાર નવી SOP બનાવવામાં વ્યસ્ત
  • રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપવાની તૈયારીમાં, આજે ગાઈડલાઈન આવશે
  • કેન્દ્રએ પણ દરેક રાજ્યો પાસે ઓફ લાઈન સ્કૂલો શરૂ કરવા રિપોર્ટ મંગાવ્યો

હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને હવે દૈનિક માત્ર 150 જેટલા જ કેસો આવી રહ્યા છે. તેમજ ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. આમ રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. સરકારે 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો પાસે ઓફ લાઈન સ્કૂલો શરૂ કરવા અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે.

જુલાઈ સુધીમાં વેક્સિન આવી જાય તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરાશે
જુલાઈ સુધીમાં વેક્સિન આવી જાય તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરાશે

જુલાઈમાં 12થી 18 વર્ષનાં બાળકોની રસી બજારમાં આવી શકે છે
ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ મહિનામાં 12થી 18 વર્ષના બાળકો માટે રસી બજારમાં આવી જશે. જો રસી બજારમાં આવશે તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાશે. ત્યારપછી સંપૂર્ણપણે સ્કૂલ શરૂ કરી દેવાશે. એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ શાળા શરૂ કરવાની તરફેણ કરી છે. તેમણે કહ્યું છે કે વિદ્યા માટે શાળા જેવું એક પણ સ્થળ નથી. શાળા ખૂલે તો બાળકો એકબીજાને મળી શકે અને વાતાવરણ હલવું થાય.

આરોગ્ય વિભાગ અભ્યાસ કરશે પછી નિર્ણય લેવાશે
રાજયના આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરતા પહેલા એક અભ્યાસ કરાવાશે. આરોગ્ય વિભાગના અહેવાલના આધારે શિક્ષણ વિભાગ નિર્ણય લેશે.આરોગ્ય વિભાગ ચોક્કસ એસ.ઓ.પી.નું પાલન કરવાનો આગ્રહ રાખે તો તે એસ.ઓ.પી. કયાં પ્રકારની રાખવી તે તમામ બાબતોને નક્કી કરીને સરકાર નિર્ણય કરશે.

સંચાલકો-આચાર્યોનાં મંતવ્યો પણ લેવાશે
રાજય સરકાર શાળા શરૂ કરતા પહેલા વિવિધ શાળાઓના મંતવ્યો મેળવશે. કેટલાક સંચાલકોએ તેમનીરીતે અંગત અભિપ્રાયો વ્યકત કર્યા છે. રાજય સરકાર એસ.ઓ.પી. નક્કી થાય પછી તેના પાલન માટે સંચાલકો,આચાર્યોના અભિપ્રાયો લેશે.

સરકાર SOP તૈયાર કરી રહી છે
પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ અંગે નવી SOP પણ તૈયાર કરી રહી છે અને એના માટે સ્કૂલ સંચાલકો પાસે સૂચનો અને માર્ગદર્શન માગવામાં આવ્યું છે. સ્કૂલ સંચાલકો ટૂંક સમયમાં જ આ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે છે.

જુલાઈમાં 12થી 18ની વયના બાળકોની વેક્સિન બજારમાં આવી શકે
ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ સુધીમાં 12થી 18 વર્ષ સુધીના બાળકોની વેક્સિન બજારમાં આવી જશે. જો જુલાઈમાં આ વેક્સિન આવી જાય તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવશે અને ત્યાર પછી સ્કૂલો પણ શરૂ કરી દેશે.

બીજી લહેરે કાળોકેર વર્તાવતા ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું હતું
બીજી લહેરે કાળોકેર વર્તાવતા ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું હતું

કોરોના વકરતા માર્ચમાં સ્કૂલો બંધ કરી
ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી હતી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

ધો.1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું
રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારેધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.